અમદાવાદમાં હત્યાના બનાવ હોય કે આત્મહત્યાની ઘટનાઓમાં કે જેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં શહેરના કેટલાક વિસ્તારોમાં વ્યાજખોરો ત્રાસથી કે મકાન માલિકોની ધમકીથી લોકો આપઘાત કરતા હોય છે, ત્યારે આ સમયે શહેરના સરદારનગર વિસ્તારમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રાયસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે મળતી જાણકારી મુજબ, સરદારનગર વિસ્તારમાં રહેતા સંતોષ ચારણે પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. કેટલાક દિવસ અગાઉ મકાન પડી જવાની ઘટનાને લઇને સંતોષ ચારણે ફરિયાદ નોંધાવી રહ્યા હતા. તેને લઈને મકાનમાલિકે ધમકી આપતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાના પગલે પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને સળગેલા યુવકને લઈને આક્રંદ કરવા લાગ્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સરદાર નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
