Bihar/ નીતીશ કુમારે સાતમીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા…

નીતીશ કુમારે 7 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્ય હતા. નીતીશ કુમારની સાથે 14 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.

Top Stories India

નીતીશ કુમારે 7 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્ય હતા. નીતીશ કુમારની સાથે 14 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. કોંગ્રેસ અને આરજેડીએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

રાષ્ટ્રીય પ્રેસ ડે / અમિત શાહે કહ્યું, ‘મોદી સરકાર પ્રેસની સ્વતંત્રતાનું ગળ…

નીતિશ કુમારની સાથે રાજ્યપાલ ફાગુ ચૌહાણે તારકીશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આપને જણાવી દઈએ કે ભાજપ નેતા તારકિશોર પ્રસાદ કટિહારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જ્યારે બેન્ટિયા વિધાનસભા બેઠક પરથી રેણુ દેવી ચૂંટણી જીતી છે.

નીતિશે આ પહેલા 6 વાર બિહારના મુખ્યમંત્રીના શપથ લીધા છે.

નીતીશ કુમાર 7 મી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા છે. 3 માર્ચ, 2000 ના રોજ પહેલીવાર તેમને મુખ્ય પ્રધાનપદે નિમવામાં આવ્યા હતા, પરંતુ બહુમતી સાબિત ન કરવાને કારણે તેમને માત્ર 7 દિવસમાં જ રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ જ્યારે નીતિશ કુમારે 2005 માં પંદર વર્ષના લાલુ યાદવના  ઈજારાશાહીનો અંત કર્યો ત્યારે તેમણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન જીત્યું, ત્યારબાદ તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા. તેમણે સફળતાપૂર્વક પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. મુખ્ય પ્રધાન તરીકેનો તેમનો ત્રીજો કાર્યકાળ 26 નવેમ્બર, 2010 થી 20 મે, 2014 સુધી રહ્યો. જે બાદ જીતનરામ માંઝીએ સત્તા સંભાળી હતી.

Coronavirus Alert / કોરોનાનું સંક્રમણ વધે તો પહોચી વળવા આરોગ્ય વિભાગ સક્ષમ : ડે….

22 ફેબ્રુઆરી 2015 ના રોજ નીતિશ કુમારે ચોથી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એટલે કે, બિહારની 15 મી વિધાનસભામાં, મુખ્યમંત્રીના શપથ ત્રણ વખત લીધાં, પહેલા નીતિશ કુમારને, પછી જીતનરામ માંઝીને અને ત્યારબાદ પાછા નીતીશ કુમારને. નીતીશ કુમારની ચોથી મુદત 22 ફેબ્રુઆરીથી 20 નવેમ્બર 2015 સુધી ચાલી હતી. 16 મી વિધાનસભાની ચૂંટણી બાદ નીતિશ કુમારે પાંચમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

નીતિશ કુમારની પાંચમી મુદત 20 નવેમ્બર 2015 થી 26 જુલાઈ 2017 સુધી ચાલી હતી. 26 જુલાઈ 2017 ના રોજ, તેમણે આરજેડી અને કોંગ્રેસ સાથે જોડાણ તોડ્યા પછી બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યાના 24 કલાક પછી 27 જુલાઇ 2017 ના રોજ બિહારના 6 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.