ASSAM/ PM મોદી સહિત રાષ્ટ્રપતિ કોવિંદે આસામનાં પૂર્વ CM ગોગાઈનાં નિધન પર વ્યક્ત કર્યો શોક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોમવારે એક શોક સંદેશામાં કોવિંદે કહ્યું હતું કે,

India Breaking News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોમવારે એક શોક સંદેશામાં કોવિંદે કહ્યું હતું કે, દેશમાં રાજકીય અને વહીવટી અને સમૃદ્ધ અનુભવવાળા નેતાની ખોટ પડશે.

મુખ્ય પ્રધાન તરીકેનો તેમનો લાંબો કાર્યકાળ આસામમાં પરિવર્તનનો યુગ હતો. તેઓ (ગોગોઇ) હંમેશાં આસામના વિકાસ માટે યાદ રહેશે, ખાસ કરીને રાજ્ય દ્વારા બળવાખોરો સામે લડવામાં અને કાયદો અને વ્યવસ્થા સુધારવા બદલ આસામના ત્રણ વખતના મુખ્ય પ્રધાન હંમેશા યાદ રહેશે.

ગોગોઈના મૃત્યુને એક યુગના અંત તરીકે ગણાવતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, દુઃખની આ ઘડીમાં તેમના શોક પામેલા પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યેની ખૂબ દિલથી સંવેદના વ્યક્ત કરું છું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….