Not Set/ લગ્નના દિવસે જ કન્યાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પછી તંત્રએ ઉગામ્યુ આવું હથિયાર…

કોરોના જેટલો ઘાતક છે તેટલો રમૂજ પણ ફેલાવી રહ્યો છે. લોકો કોરોના મામલે એવી એવી વાતો અને સોશિયલ મીડિયા પર એવા એવા મીમ્સ બનાવી પોસ્ટ કરતા હોય છે કે, એક ક્ષણ આપને એવુ થઇ જાય કે,

Top Stories Gujarat Others

કોરોના જેટલો ઘાતક છે તેટલો રમૂજ પણ ફેલાવી રહ્યો છે. લોકો કોરોના મામલે એવી એવી વાતો અને સોશિયલ મીડિયા પર એવા એવા મીમ્સ બનાવી પોસ્ટ કરતા હોય છે કે, એક ક્ષણ આપને એવુ થઇ જાય કે, આ શું. જો કે, હકીકત તો એ છે કે, કોરોનાએ વિશ્વભરને બાનમાં તો લીધુ જ લીધુ છે, પરંતુ કોરોનાનાં કારણે અનેક વખત એવુ પણ જોવામાં આવ્યું છે કે આ કામ પૂર્વે અસંભવ લાગતું કે કોઇ ન કરતા તે પણ લોકોને કરવા પડ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે.

જી હા, અમુક સમયે લોકો મજાગ કરતા હોય છે કે લગ્ન હોય અને વર કે વધુ ને કોરોના પોઝિટિવ આવે તો….?? કોરોનાએ આનો પણ જવાબ આપી દીધો છે. અને લોકોને હવે જવાબ શુ થાય તેની રાહ જોવામાંથી મુક્તિ આપી દીધી છે. વલસાડ લગ્નના દિવસે જ કન્યાને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો છે. આજે એટલે કે શનિવારે જ યુવતીના લગ્ન યોજાયા હતા. યુવતી 10 તારીખે ખરીદી માટે મુંબઈ ગઇ હતી.
સાઈલીલા મોલ મેરેજ હોલમાં આજે લગ્ન હતા. યુવતીની મુંબઇ મુલાકાત અને લગ્ન પ્રસંગનાં મેળાવડાની તંત્રને જાણ થતા. આરોગ્ય વિભાગ ની ટીમ લગ્ન સ્થળ પર પહોંચી હતી.

ટીમ દ્વારા વર – વધુ સહિત મહારાષ્ટ્ર થી આવેલ જાનૈયાઓના કોરોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. તમામ ટેસ્ટ બાદ માલુમ થયુ કે, માત્ર કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાકીના તમામનાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કન્યાને તેના પિતાના ઘરેજ હોમ કવોરેનટીન કરી દોવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…