Viral video/ 82 વર્ષની દાદીએ એવી એક્સર્સાઈઝ કરી વીડિયો જોઈ થઇ જશો ચકિત

કોરોના વાયરસના રોગ સામે લડતા લડતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એમાં પણ આ મહામારી દરમિયાન સંક્રમણ રોકવા માટે પણ બધા ઘરે રહી રહ્યા છે.

Trending

કોરોના વાયરસના રોગ સામે લડતા લડતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એમાં પણ આ મહામારી દરમિયાન સંક્રમણ રોકવા માટે પણ બધા ઘરે રહી રહ્યા છે. આની સાથે સાથે આ સંકટની સ્થિતિમાં અન્ય વસ્તુઓ સિવાય મોટાભાગના લોકોની ફિટનેસ ખરાબ થઈ ગઈ છે કારણ કે તે જીમ, પાર્ક અથવા પછી ચાલવા જઈ શકતા નથી, પરંતુ આ વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, તે જોઇને લોકો ચકિત થઇ જશે.

હમણાં 82 વર્ષની એક મહિલાનો એક્સરસાઈઝ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જે બધાને સક્રિય રહેવા અને વ્યાયામ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ મહામારીની વચ્ચે 82 વર્ષની દાદીનો વીડિયો પહેલી વખત ત્યારે વાયરલ થયો, જ્યારે તેમના પૌત્ર ચિરાગ કોર્ડિયાએ સાડીમાં તેમનો કસરત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયોમાં જોવા મળે છે કે ઈચ્છાશક્તિ મજબૂત હોય તો ઉંમરની કોઈ સીમા નડતી નથી.

https://www.instagram.com/p/CHzRYdFBRix/?utm_source=ig_web_copy_link

ચિરાગે પોતાની દાદીનો વજન ઉઠાવવા, સ્કવોટ્સ, ડેડલિફ્ટ જેવા અન્ય વ્યાયામનો અભ્યાસ કરતી વખતો વીડિયો શેર કર્યો હતો. ચિરાગના કહેવા પ્રમાણે તેની દાદી એક બાળકના રૂપમાં ઘણી એનર્જેટીક વ્યક્તિ છે. તે સ્વીમિંગ કરતા હતા, ઘણા સ્પોર્ટ્સમાં એક્ટીવ હતા અને લગ્ન બાદ પણ શારીરિક રૂપથી ઘણા સક્રિય રહેતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…