NOKIA/ મોબાઈલ બાદ નોકિયા ભારતીય બજારમાં લેપટોપ લોન્ચ કરવા તૈયાર

નોકિયા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાનો લેપટોપ લોન્ચ કરવા જઇ રહ્યુ છે. નોકિયાનાં લેપટોપને તાજેતરમાં ભારતીય સર્ટિફિકેશન સાઇટ બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) પર જોવામાં આવ્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ લેપટોપ આગામી દિવસોમાં લોન્ચ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ લેપટોપ કોર i3 અને કોર i5 પ્રોસેસર સાથે […]

Tech & Auto

નોકિયા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાનો લેપટોપ લોન્ચ કરવા જઇ રહ્યુ છે. નોકિયાનાં લેપટોપને તાજેતરમાં ભારતીય સર્ટિફિકેશન સાઇટ બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) પર જોવામાં આવ્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ લેપટોપ આગામી દિવસોમાં લોન્ચ કરવામાં આવશે.

એવું માનવામાં આવે છે કે, આ લેપટોપ કોર i3 અને કોર i5 પ્રોસેસર સાથે આવશે અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. રિપોર્ટ અનુસાર કંપની i5 પ્રોસેસરવાળા 5 લેપટોપ લોન્ચ કરશે, જ્યારે i3 પ્રોસેસરવાળા 4 લેપટોપ બજારમાં લોન્ચ કરવામાં આવશે. લેપટોપની રેમ અને સ્ટોરેજ ક્ષમતા અલગ અલગ હોવાની સંભાવના છે.

હવે આ પાર્ટી સાથે રાજનીતિની સેકન્ડ ઈનિગ્સ રમવા ઉતરશે ઉર્મિલા માતોંડકર

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ કયા દેશોમાં મળશે જોવા, ભારતમાં રહશે કેવો પ્રભાવ?

કોર i5 અને i3 પ્રોસેસર સાથે લેપટોપ

બીઆઈએસ લિસ્ટિંગ મુજબ, એનકે નોકિયાનાં પ્રીફિક્સ તરીકે જોવામાં આવે છે. નામમાં આગળ આપવામાં આવેલા કેરેક્ટર લોન્ચ થવાનાં લેપટોપનાં ચિપસેટ વિશે માહિતી આપી રહ્યા છે. તેના આધારે, એમ કહી શકાય કે નોકિયાનાં આગામી લેપટોપ કોર i3 અને કોર i5 પ્રોસેસર સાથે આવશે.

વિંડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે

મોડેલ નંબર 10S માં ઉપયોગમાં લેવાતા હોવાનો અર્થ એ છે કે લેપટોપ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ હશે. લિસ્ટિંગ મુજબ કંપની કોર i5 ચિપસેટ સાથે 5 લેપટોપ લોન્ચ કરશે. આ સિવાય કંપની કોર i3 પ્રોસેસર સાથે 4 લેપટોપ લાવી શકે છે. લેપટોપની રેમ અને સ્ટોરેજ ક્ષમતા અલગ અલગ હોવાની સંભાવના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…