changes in rules/ આજે 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યા છે આ નિયમો, તમારા જીવન પર પડશે તેની સીધી અસર

આજે એટલે કે 1 ડિસેમ્બર, 2020 થી, સામાન્ય માણસનાં જીવનથી સંબંધિત ઘણા નિયમો બદલાઇ રહ્યા છે. ડિસેમ્બર 1 થી એલપીજી સિલિન્ડર એટલે કે રસોઇ ગેસ, રેલ્વે અને બેંક વ્યવહારોને લગતા નિયમો બદલાયા છે. રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) નાં સમયમાં ડિસેમ્બરથી ફેરફાર થવાનો છે. એલપીજી સિલિન્ડરનાં ભાવ 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યા છે. ચાલો જાણીએ આ […]

Top Stories Business

આજે એટલે કે 1 ડિસેમ્બર, 2020 થી, સામાન્ય માણસનાં જીવનથી સંબંધિત ઘણા નિયમો બદલાઇ રહ્યા છે. ડિસેમ્બર 1 થી એલપીજી સિલિન્ડર એટલે કે રસોઇ ગેસ, રેલ્વે અને બેંક વ્યવહારોને લગતા નિયમો બદલાયા છે. રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) નાં સમયમાં ડિસેમ્બરથી ફેરફાર થવાનો છે. એલપીજી સિલિન્ડરનાં ભાવ 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યા છે. ચાલો જાણીએ આ નિયમો વિશે..

1. 24 કલાક આરટીજીએસ સુવિધા મળી શકશે

ડિસેમ્બરથી, બેંક વ્યવહાર સાથે સંબંધિત નિયમો બદલાઈ શકે છે. આરબીઆઈએ 24 કલાક આરટીજીએસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં, આ સુવિધા મહિનાનાં બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાનાં બધા કાર્યકારી દિવસોમાં સવારે 7 થી સાંજનાં 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. એટલે કે, ડિસેમ્બરથી આરટીજીએસ દ્વારા ચોવીસ કલાક પૈસા ટ્રાન્સફર કરી શકાશે.

2. એલપીજી મોંઘું થાય છે

દર મહિનાની પ્રથમ તારીખે, સરકાર એલપીજી સિલિન્ડરનાં ભાવમાં ફેરફાર કરે છે. એટલે કે, 1 ડિસેમ્બરથી, દેશભરમાં રસોઈ ગેસનાં ભાવમાં પરિવર્તન આવ્યું છે. આજથી 19 કિલોનાં કોમર્શિયલ સિલિંડરો 56 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે.

3. પ્રીમિયમમાં કરી શકશો આ ફેરફાર

5 વર્ષ પછી, વીમાદાર પ્રીમિયમ રકમ 50% ઘટાડી શકે છે. એટલે કે, અર્ધ હપ્તા સાથે પણ તે પોલિસી ચાલુ રાખી શકશે.

4. આ નવી ટ્રેનો 1 ડિસેમ્બરથી દોડાવવામાં આવશે

ભારતીય રેલ્વે 1 ડિસેમ્બરથી ઘણી નવી ટ્રેનો દોડાવશે. કોરોના સંકટ પછી, રેલ્વે અનેક નવી વિશેષ ટ્રેનો સતત ચલાવી રહી છે. હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ બંનેનો સમાવેશ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…