કોરોનાવાયરસનો કહેર આજે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. ત્યારે આ જંગમાં મોટી સફળતા મળી રહી હોય તેવા એંધાણ છે. જણાવી દઇએ કે, રસીકરણ કાર્ય આગામી સપ્તાહથી શરૂ થઇ શકે છે. બ્રિટને આ મામલે આગેવાની લીધી છે. બ્રિટને અમેરિકન કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકની કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ પછી તુરંત જ, રશિયાનાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને પણ રસીકરણને મંજૂરી આપી દીધી છે.
રસી ટૂંક સમયમાં ભારત આવે તેવી સંભાવના છે. રસી આવે તેવી શક્યતા સાથે, લોકોનો એક સવાલ છે કે તેઓ કોરોના રસી કેવી રીતે મેળવશે? કોંગ્રેસ પણ સરકારને આ જ સવાલ પૂછી રહી છે. કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ કહ્યું હતું કે દરેકને રસી મળશે, બિહારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ કહ્યું હતું કે તમામ બિહારીઓને મફતમાં રસી મળશે, હવે ભારત સરકારે તેનો ઇનકાર કરી દીધો છે.
PM- Everyone will get vaccine.
BJP in Bihar elections- Everyone in Bihar will get free vaccine.
Now, GOI- Never said everyone will get vaccine.
Exactly what does the PM stand by?
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2020
કેન્દ્રીય આરોગ્ય સચિવનાં નિવેદનનો ઉલ્લેખ કરતા કેરળમાં વાયનાડ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર એમ કહી રહી છે કે અમે ક્યારેય દરેકને રસી આપવાનું વચન આપ્યું જ નથી, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીનું શું વલણ છે? અગાઉ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે લોકોને આ રસી મળશે કે તેઓએ આ માટે આત્મનિર્ભર બનવું પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
