Political/ સર્વદલિય બેઠકમાં PM સ્પષ્ટતા કરે તેવી આશા – રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આજની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે કે, ભારતીઓને કોરોના રસી કેટલા સમયમાં મફત આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક આજે સવારે 10.30 વાગ્યે શરૂ થવાની સંભાવના હતી. આ […]

Top Stories India

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આજની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે કે, ભારતીઓને કોરોના રસી કેટલા સમયમાં મફત આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક આજે સવારે 10.30 વાગ્યે શરૂ થવાની સંભાવના હતી. આ બેઠકમાં પીએમ મોદી દેશનાં નેતાઓ સાથે ચર્ચા કરશે કે કોરોના રસી અથવા લોકડાઉન ફરી શરૂ થવું જોઈએ કે નહીં. આ સિવાય પીએમ મોદી કોરોના રસી વિતરણની યોજના અંગે પણ ચર્ચા કરી શકે છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “અમને આશા છે કે આજે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન સ્પષ્ટ કરશે કે દરેક ભારતીયને મફત કોરોના રસી કેટલા સમય સુધીમાં આપવામાં આવશે.”

રાહુલ ગાંધીએ 3 ડિસેમ્બરે રસી સંબંધિત એક ટ્વીટમાં પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડા પ્રધાને કહ્યું છે કે દરેકને રસી મળશે. બિહારની ચૂંટણીમાં બીજેપીએ કહ્યું કે, બિહારમાં દરેકને મફતમાં રસી આપવામાં આવશે. પરંતુ ભારત સરકારે ક્યારેય કહ્યું નહોતું કે દરેકને રસી મળશે. વડા પ્રધાનનો સ્ટેન્ડ શું છે? રાહુલ ગાંધી સતત હુમલો કરી રહ્યા છે અને કોરોના રસીને લઈને પીએમ મોદી પર સવાલો ઉભા કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી 3 કૃષિ કાયદાને લગતા ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના તાજેતરનાં ટ્વીટમાં કહ્યું છે કે, “કાળા કૃષિ કાયદાઓને સંપૂર્ણ રદ કરતા ઓછુ કંઇપણ સ્વીકારવું એ ભારત અને તેના ખેડૂતો સાથે વિશ્વાસઘાત હશે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો