દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરાસની બીજી લહેર શરુ થઇ છે, જે પહેલી લહેર કરતા પણ વધુ ઘાતક છે. રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કેટલાક લોકો કોરોના નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. જયારે હકીકત એ છે કે, કોરોના નિયમો ને નેવે મુક્ત કોઈપણ ને બક્ષતો નથી. પછી તે પૈસાપાત્ર હોય ક તવંગર, સામાન્ય જનતા હોય કે પછી નેતા કે અભિનેતા. કોરોના દરેક સાથે સમાન રીતે વર્તી રહ્યું છે. પરંતુ સરકાર કોરોના ગાઈડ લાઇન્સનું પાલન કરવવામાં ભેદભાવ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાત રાજ્યના વકરેલા કોરોના વાઇરસને લઈને ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું અમલી છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને સુરતનો સમાવેશ થાય છે. પરંતુ અમદાવાદ મનપા રાત્રી કર્ફ્યુના નિયમ પાલનમાં પણ ભેદભાવ કરતું જોવા મળી રહ્યું છે.
જ્યાં રાત્રી નવ વાગ્યા પછી શહેરમાં કરફ્યુનો માહોલ હોય છે , ત્યારે પાલડી વિસ્તારમાં આવેલા ફૂ઼ડ કોર્ટ રાત્રે પણ ધમધમી રહ્યા છે. આ ફૂડ કોર્ટ કોર્પોરેશન અને પાલડી પોલીસની રહેમ નજર ચાલતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રાત્રી કર્ફ્યુમાં અમદાવાદ મેયરના દિયર પ્રતિક પટેલનો ફૂડ સ્ટોલ મહામારી સમયે પણ રાત્રી દરમિયાન ધમધમે છે. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા મેયર બીજલ પટેલના દિયરનું પાલડી ગામમાં રાત્રે ફૂડ કોર્ટ ચાલી રહ્યું છે. જ્યાં મોડી રાતે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરમાં રાત્રી કર્ફ્યું હોવા છતાંય પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
