Fire/ અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં રવિવારે સવારે ભીષણ આગને કારણે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં રવિવારે સવારે ભીષણ આગને કારણે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી છે. જો કે આગને કારણે 20 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, સવારે ચાની કિટલીમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે આ આગ લાગી હતી. શ્યામ શિખર સંકુલમાં મોબાઇલ અને એસેસરીઝની દુકાન છે. ભીષણ આગને કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 બાપુનગરના ટોલનાકા ચાર રસ્તા પાસે શ્યામ શિખર કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં મોબાઈલ વેચવાથી લઈને રિપેરીંગની અનેક દુકાનો આવેલી હોવાથી તે મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. ત્યારે કોમ્પ્લેક્સમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલીક મોબાઈલની દુકાનોની સાથે એટીએમ સેન્ટર પર આગની લપેટામાં આવી ગયું હતું. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં બધે પ્રસરી ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…