થોડા દિવસો અગાવ શહેરનાં રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા એકઠા થયા હતા. ત્યારે મીડિયામાં અહેવાલ બાદ પોલીસે ગુનો નોંધી લોકોની અટકાયત કરી હતી. જે બાદ આજે ફરી એક વાર લોકો કોરોના વાયરસની ગંભીરતાની એસી કી તેસી કરીને અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ રમવા 100થી વધુ લોકો ભેગા થયા હતા.

આપને જણવી દઇએ કે, માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર યુવાનો અહીં ક્રિકેટ રમતા હતા. મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ એકાએક પોલીસ પહોંચતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પોલીસ આવતા પહેલા જ બધા પાછળથી ભાગી ગયા. જો કે પોલીસને હથ્થે અમુક લોકો લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે વહેલી સવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રમવા ભેગા થાય છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં પણ લોકો ભેગા થયા હતા.

રાજયભરમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે સંક્રમણ વધે તો તેની પાછળ જવાબદાર કોણ તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જો કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા પોલીસ ઊંઘમાંથી જાગી અને પાંચેક જેટલી ગાડીઓ GMDC ગ્રાઉન્ડમાં ધસી આવતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહીને પગલે કેટલાય લોકો વાહનો લઈને પટકાયા અને ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
