ગુજરાતમાં આતંક વિરોધી ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખ્સની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા છે. નોંધનીય છે કે, શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ ફરી સક્રિય થઇ છે. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં છે, અને ખંડણી માગવામાં આવી રહી છે.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચારેયની પ્રાથમિક પૂછપરછ બાદ ક્રાઇમબ્રાન્ચે સાબરમતી જેલમાં બંધ વિશાલ ગોસ્વામીની પણ તપાસ કરી હતી. જ્યાંથી જાણવા મળ્યું હતું કે, વિશાલ જેલમાંથી જ ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. અને વિશાલ ગોસ્વામીની બેરેકમાં જડતી લેવામાં આવતા ત્યાંથી સ્માર્ટ ફોન પણ મળી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
