Not Set/ દિલ્હી પોલીસે ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદીઓની કરી ધરપકડ

દિલ્હી પોલીસના વિશેષ સેલે શકરપુર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પકડાયેલા આતંકીઓમાંથી બે પંજાબ અને ત્રણ કાશ્મીરના છે.

Top Stories India

દિલ્હી પોલીસના વિશેષ સેલે શકરપુર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પકડાયેલા આતંકીઓમાંથી બે પંજાબ અને ત્રણ કાશ્મીરના છે. આ બધા ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા છે. લાંબા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હતું.

મળતી માહિતી અનુસાર, આ પાંચેય લોકોને પૂર્વ દિલ્હીના શકરપુરથી પકડવામાં આવ્યા છે. પકડાયેલા આતંકવાદીઓ સાથે જોડાયેલા ખાલિસ્તાની અને ઇસ્લામિક સંગઠનોની ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા પાંચ આતંકીઓમાંથી બે પંજાબના છે. આ બધા તરણતારણમાં શૌર્યચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધુની હત્યામાં સામેલ હતા. બલવિંદર સિંહે પંજાબમાં આતંકવાદ સામે લાંબી લડત લડી હતી. તાજેતરમાં જ પંજાબના તરણતારણ જિલ્લામાં તેની હત્યા કરવામાં આવી હતી. હાલમાં આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરજીત સિંહ અને સુખદીપ સિંહ, જે પંજાબના ગુરદાસપુરનો છે, તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના વતની એવા અયુબ પઠાણ, શબ્બીર અને રિયાઝની પોલીસે  એન્કાઉન્ટરમાં ધરપકડ કરી છે. આ લોકોનો ઉપયોગ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી દ્વારા ભારતમાં આતંકવાદ અને ડ્રગની દાણચોરી માટે કરવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…