દેશમાં જ્યા એક તરફ ખેડૂતો કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહ્યા છે, ત્યા બીજી તરફ રાજ્યનાં ખેડૂતો પણ તેને સમર્થનમાં આગળ આવ્યા છે, પરંતુ હવે રાજ્યનાં ખેડૂતો માટે પણ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા રાજ્યનાં ખેડૂતો બે દિવસ ખરાબ સાબિત થાય તેવી સંભાવનાઓ છે.

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરી છે. આજે ગુરુવાર 10 ડિસેમ્બર અને શુક્રવાર 11 ડિસેમ્બરનાં રોજ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય વરસાદની વકી છે. ખાસ કરીને સોમનાથ,સુરત,ભાવનગરમાં વરસાદ પડે તેેવી સંભાવનાઓ છે. તે સિવાય દાહોદ,પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહી સવારથી જ વરસાદ શરૂ છે. શિયાળાની ઋતુમાં વરસાદ પડતા ઠંડીમાં વધારો થયો છે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને પોતાનો તૈયાર પાક બગડી જવાની ભીતિ પણ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
