Arrested/ ‘કરમચંદ’ પાન મસાલાના માલિક બસંત મખીજાની GST ચોરી મામલે ઘરપકડ

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની રૂ. ૯૪.૫૪ કરોડની ચોરીના કેસમાં ‘કરમચંદ’ બ્રાન્ડના પાન મસાલાના માલિક બસંત ફેરુમલ મખીજાની ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ – DGGI ની અમદાવાદ શાખાએ ધરપકડ કરી છે.

Gujarat Others
  • અમદાવાદ પાન-મસાલા એકમ સામે GST ની લાલઆંખ
  • પાન-મસાલા એકમના સંચાલકની 94 કરોડની ચોરી બહાર આવી
  • પાન-મસાલાના ઉત્પાદક બસંત મખીજા પર તવાઇ
  • બસંત મખીજાએ છૂપાવી જએસટી આવક
  • બસંત મખીજાએ બારોબાર બિલીંગ વિના માલ ગુજરાતમાં મોકલ્યો
  • ડીજીજીઆઇ-અમદાવાદની તપાસમાં ખુલી વિગત
  • ડીજીજીઆઇને મળેલી વિગતના આધારે મખીજાની ધરપકડ
  • બસંત મખીજી છે પાન-મસાલા ઉત્પાદક કંપનીના માલિક
  • બસંત મખીજાની ધરપકડ બાદ મેટ્રોપોલીટન કોર્ટમાં કર્યા રજૂ
  • કોર્ટે 22 ડિસેમ્બર સુધી જ્યુડીશીયલકસ્ટડીમા રાખવા કર્યો આદેશ

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની રૂ. ૯૪.૫૪ કરોડની ચોરીના કેસમાં ‘કરમચંદ’ બ્રાન્ડના પાન મસાલાના માલિક બસંત ફેરુમલ મખીજાની ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ – DGGI ની અમદાવાદ શાખાએ ધરપકડ કરી છે.

મખીજા સામે જે આરોપ છે તે કલમ ૧૩૨ (૧)(i) અને સીજીએસટી કાયદો-૨૦૧૭ની કલમ ૧૩૨(૫) મુજબ બિનજામીન પાત્ર છે. DGGIની તપાસમાં જાણવા મળ્યું છે કે M/s આશિષ એન્ટરપ્રાઇઝિઝ એ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ‘કરમચંદ’ પાન મસાલા અને જરદાનું ઉત્પાદન કરીને તેને જીએસટી ભર્યા વગર જ સપ્લાય કરે છે.

DGGIએ આ કંપનીના મુખ્યમથક ગ્વાલિયર તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશના ડીલર્સના સ્થાને તપાસ કરી હતી. જેમાં, વિવિધ ગેરરીતિ સાથેના રેકર્ડ અને દસ્તાવેજ મળી આવ્યા છે.

Karamchand pan masala firm owner held for Rs 95-crore tax evasion | Cities  News,The Indian Express

DGGIના મતે, આરોપીની કરચોરીની મોડસ ઓપરેન્ડી એ હતી કે તે કરમચંદ પાન મસાલા સાથે કેસી ૧,૦૦૦ જાફરાની જરદા (ચાવવાની તમાકુ) સપ્લાય કરતા હતા. આ પ્રોડક્ટ પર સપ્લાયર જીએસટી ટેક્સ ઇનવોઇસ રાખતા ન હતા, જીએસટી અને સેસની ચુકવણી પણ કરતા ન હતા.

સપ્લાયર કરમચંદ પાન મસાલાની ચાર બેગની સાથે જાફરાની જરદાની ૧ બેગ સપ્લાય કરતા હતા. આ સમગ્ર લેવડદેવડની તપાસ કરતા વિગત બહાર આવી છે કે, સ્ આશિષ એન્ટરપ્રાઇઝે જાન્યુઆરી-૨૦૧૯થી નવેમ્બર-૨૦૨૦ સુધી સેસ સાથે જીએસટીની રૂ. ૯૪,૫૪,૦૬,૦૫૪ની ચોરી કરી છે.

આ કેસમાં, DGGIએ બસંત ફેરુમલ મખીજાને ૦૯ ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં, કોર્ટે તેને ૨૨ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…