મનુષ્યને ચંદ્ર પર મોકલવાના લક્ષ્ય માટે નાસાએ ભારતીય-અમેરિકન સહિત 18 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. નાસાએ બુધવારે તેના ચંદ્ર મિશન માટે 18 અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી છે. તેમાંથી અડધી મહિલાઓ છે. નાસા તેમને તેમના ‘આર્ટેમિસ ચંદ્ર મિશન’ માટે તાલીમ આપશે.
political challenge / હવે રાજસ્થાનમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક સ્વરાજ્ય પહેલા પણ ખાઇ…
અમેરિકાનાં આ મહત્વકાંક્ષી પ્રેજેક્ટ માટે નાસાએ એક ભારતીય મૂળના અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. રાજા જોહ્ન વરપુતૂર ચારી (43) યુએસ એરફોર્સ એકેડેમી, એમઆઈટી અને યુએસ નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલનો સ્નાતક છે, અને આ સૂચિમાં ભારતીય મૂળના એકમાત્ર અવકાશયાત્રી છે. નાસાએ તેમને 2017 ના ‘અવકાશયાત્રી ઉમેદવાર વર્ગ’ માટે પસંદ કર્યા હતા. ઓગસ્ટ 2017 માં તે તેમાં જોડાયો અને તેની પ્રારંભિક તાલીમ પૂર્ણ કરી છે. હવે તે આ અભિયાન માટે સંપૂર્ણ તૈયાર છે.

ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે બુધવારે કહ્યું, “મારા અમેરિકન સાથીઓ, હું તમને ભાવિ નાયકો આપી રહ્યો છું જે અમને ચંદ્ર પર અને તેનાથી પણ આગળ લઈ જશે : આર્ટેમિસ જનરેશન.”

પેન્સે રાષ્ટ્રીય અવકાશ પરિષદની બેઠકમાં આ અવકાશયાત્રીઓના નામની ઘોષણા કરતાં કહ્યું કે, “આ વિચારવાથી રોમાંચ થાય છે કે આગળના માણસો અને ચંદ્ર પર ઉતરનાર પ્રથમ મહિલા એવા લોકોમાં હશે, જેમના નામ આપણે અહીં વાંચ્યા છે…..” “આર્ટેમિસ જનરેશન ભવિષ્યના અભિયાનોના નાયકોને રજૂ કર્યા હતા.
Corona Virus / વેક્સિન..!! એક નવી સવાર તેના કિરણો રેલાવવાની તૈયારીમાં છે…
2024 માં પ્રથમ વખત કોઈ મહિલા આ નાસા મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર પગ મૂકશે. ચીફ અવકાશયાત્રી પેટ ફોરેસ્ટરએ કહ્યું, “ચંદ્રની સપાટી પર ચાલવું આપણા માટે સ્વપ્ન સાકાર થવા જેવું હશે.” અભિયાનમાં કોઈપણ ભૂમિકા ભજવવી અમારા માટે ગર્વની વાત છે.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
