Hunger/ કોરોના કાળમાં આટલા ટકા લોકોએ રહેવું પડ્યું ભૂખ્યા… ગતિશીલ સરકાર…!

દેશમાં ગુજરાત રાજ્યના જ વડાપ્રધાનનું રાજ છે અને તેની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ગતિશીલ સરકારની છાપ ઊભી કરવામાં આવી રહી છે. તેની વચ્ચે

Top Stories Gujarat
cm

દેશમાં ગુજરાત રાજ્યના જ વડાપ્રધાનનું રાજ છે અને તેની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ગતિશીલ સરકારની છાપ ઊભી કરવામાં આવી રહી છે. તેની વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળતી હોય તેવું એક સર્વેના રિપોર્ટમાં સામે આવ્યું છે. એક તરફ દેશભરના અન્ય રાજ્યો સમક્ષ ગુજરાત મોડલના દાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા હોય તેની વચ્ચેની જાહેર થયેલા હંગર વોચ સર્વેના રિપોર્ટમાં આવેલા આંકડા ખરેખર ચોંકાવનારા અને ચિંતાજનક છે.

RASHI / કેવી રહેશે આપની 12/12/2020, જાણો આપનું રાશિ

આ રિપોર્ટમાં ગુજરાતમાં 21 ટકા લોકોએ ઘણી વખત ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે તેવો એક દાવો કરવામાં આવ્યો છે.રાજ્યના 10 જિલ્લામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.અન્ન સુરક્ષા અધિકાર અભિયાન (એએસએએ )ગુજરાત દ્વારા ‘હંગર વોચ’ નામનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન વચ્ચે સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલી લોકોની ભૂખની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આ સર્વે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં હાથ ધરવામાં આવ્યો હતો.

CHIN / LAC નું એક તરફી ઉલ્લંઘન કરવાની ડ્રેગનની નાપાક હરકત…

આ સર્વે અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે કે અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં કરવામાં આવ્યો હતો. આ સર્વેથી જાણવા મળ્યું હતું કે, 20.6 ટકા ઘરોમાં ભોજનની અછત સર્જાઇ હોય અને ખાધા વગર સૂવા માટે પરિવાર મજબૂર બન્ય હતા ? તો 21.8 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ક્યારેક કયારેક તો 24 કલાકમાં એક સમયનું ભોજન પણ મળ્યું ન હોય તેવી ઘટના બની છે. એવું પણ જાણવા મળ્યું હતું કે ઘરોમાં જરૂરી ખાદ્ય ચીજોનો વપરાશ પણ ઓછો થયો છે. જવાબ આપનારા લોકોમાં 38 ટકા લોકોએ જણાવ્યું કે તેમને ચોખા અથવા ઘઉંનો વપરાશ ઓછો થયો છે, જ્યારે 40.7 ટકા લોકોએ કહ્યું કે તેઓએ દાળનો વપરાશ ઓછો કર્યો છે અને 57.6 ટકા લોકોએ કહ્યું કે તેઓ પહેલા કરતા શાકભાજી ખોરાકમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આરોગી રહ્યા છે

POLITICAL / બંગાળની બબાલ પાછળ શું છે ખરું રાજકારણ ?…

રોજગારીની બાબતમાં થોડું સંતુલન જળવાઈ રહ્યું છે. 32 ટકા લોકો પોતાની આજીવિકા માટે એક કરતા વધારે પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. તો 35 ટકા લોકો એવા છે જેઓ બેઘર છે અથવા તો ઝુંપડીમાં રહે છે. તો 403 ઘર એવા સામે આવ્યા છે જે પૈકી 50.4 ટકા લોકો તો એવા હતા જેમની મહિને આવક માત્ર 3000 જ હતી, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે એવા પરિવારો વિશેની સચોટ માહિતી આપી નથી કે તેમના રેશનકાર્ડનો ઉપયોગ હવે તેમના મૂળભૂત અધિકાર માટે કેમ કરવામાં આવતો નથી.આ ઉપરાંત રાશનકાર્ડને નિષ્ક્રિય કરવાની આ પ્રક્રિયા સ્થાનિક તાલુકા અને જિલ્લા સ્તરે થઇ છે. આ સિવાય કેટલાય ક્ષેત્રોમાં કોવિડ-19ને કારણે તાલુકા સ્તરની સમિતિની કોઇ બેઠક યોજાઇ નથી જેનાથી પરિવારોને ખાદ્ય સુરક્ષાના અધિકારથી વંચિત રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…