ભારતની ટોચની રેસલર વિનેશ ફોગાટ મંગળવારે જાપાનનાં તાજેતર ચેમ્પિયન માયુ મુકૈદા સામે હાર્યા બાદ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં વિનેશની (53 કિલો) જાપાની રેસલર સામે સતત બીજી હાર છે. આ અગાઉ તે ચીનમાં એશિયન ચેમ્પિયનશીપમાં પણ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન સામે હારી ગઈ હતી.

વિનેશે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ખિતાબ જીત્યા છે, પરંતુ હજી સુધી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યો નથી. મુકૈદા સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને જો તે ફાઇનલમાં પ્રવેશ મેળવે છે, તો વિનેશ માત્ર મેડલની જ આશા રાખશે નહીં, પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય પણ થશે. એક અન્ય ઓલિમ્પિક કેટેગરીમાં (50 કિલો), સીમા બિસ્લાને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મારિયા સ્ટૈડનિકથી ૨–9 થી હારી ગઈ. અઝરબૈજાનની કુસ્તીબાજ પણ સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે, જેથી સીમાની આશા પણ હજુ યથાવત છે.

બિન-ઓલિમ્પિક કેટેગરીમાં, કોમલ ગોલે તુર્કીનાં બેસ્ટી અલતુગ સામે ખૂબ રક્ષણાત્મક વલણ અપનાવ્યું હતું અને 72 કિલોની ક્વોલિફિકેશનમાં તે 1-4થી હારી ગયું હતું જ્યારે 55 કિલો કેટેગરીમાં લલિતાને મોંગોલિયાનાં બોલોર્ટુયા બાત ઓચિરે 3-10થી સરળતાથી પરાજિત કરી હતી. લલિતા અને કોમલ બંને પણ આ સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે કારણ કે બોલોર્ટુયા અને અલતુગ બંને ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધવામાં નિષ્ફળ રહી છે.

વિનેશને 53 કિલોમાં ખૂબ જ અઘરો ડ્રો મળ્યો છે. તેણે રિયો ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા સોફિયા મૈટસનને 13-0થી હરાવીને પ્રથમ રાઉન્ડમાં જબરદસ્ત શરૂઆત કરી હતી, પરંતુ વિનેશ વિશ્વની બીજા નંબરની સામે તેની આક્રમક વ્યૂહરચના સાથે આગળ ન રહી શકી અને 0-7થી હારી ગઇ. પ્રથમ 60-70 સેકંડમાં, કોઈ પોઇન્ટ મળ્યો ન હતો કારણ કે ત્યારે બંને ખેલાડીઓ એકબીજાને પારખી રહી હતી. ત્યારબાદ, જાપાની રેસલરનો દબદબો રહ્યો અને વિનેશ સતત પોઇન્ટ ગુમાવતી રહી.

વિનેશને આક્રમક બનવાની જરૂર હતી પરંતુ મુકૈદાનું સંરક્ષણ શાનદાર હતુ. વિનેશે બે વાર મુકૈદાનો પગ પકડવાનો પ્રયાસ કર્યો પણ સ્કોર થઈ શક્યો નહીં. મૈટસન સામે વિનેશે જો કે સ્વીડિશ ખેલાડીથી દૂર રહીને હુમલો કરવાની રણનીતિ અપનાવી હતી. વિનેશે તેના વિરોધીને પોતાન પર વર્ચસ્વ ન થવા દીધો, જ્યારે તે દરમિયાન તેણીએ સારો હુમલો કરીને 4-0 અને ત્યારબાદ 8-0થી જીત મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
