Morabi/ ટંકારામાં તસ્કરોનો તરખાટ : એક જ રાત્રીમાં 12 ટ્રેક્ટરોમાંથી બેટરીની ચોરી!!

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી ટંકારામાં ખેડૂતોના વિસ્તાર એવા ગાયત્રીનગરમા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એકી સાથે 12 ટ્રેકટરમાંથી બેટરીની ચોરીને અંજામ આપી ચોરોએ પોલીસનાં પેટ્રોલીંગ પર સવાલ ઉભો કર્યો છે. હજી ઘર ફોડ ચોરીની શાહી સુકાઈ નથી ત્યાં ચોરીનો નવો બનાવ બન્યો છે. ખેડૂતોએ ખેતરે જવા સેલ્ફ માર્યો અને બેટરી ગુમ થઈ હોવાનું જાણવા […]

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

ટંકારામાં ખેડૂતોના વિસ્તાર એવા ગાયત્રીનગરમા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એકી સાથે 12 ટ્રેકટરમાંથી બેટરીની ચોરીને અંજામ આપી ચોરોએ પોલીસનાં પેટ્રોલીંગ પર સવાલ ઉભો કર્યો છે. હજી ઘર ફોડ ચોરીની શાહી સુકાઈ નથી ત્યાં ચોરીનો નવો બનાવ બન્યો છે. ખેડૂતોએ ખેતરે જવા સેલ્ફ માર્યો અને બેટરી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ટંકારાનાં મુખ્ય વિસ્તારમાનાં અને જયા સૌથી વધુ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો રહે છે એ શહેરનાં ઉગમણી બાજુ અમરાપર ટોળ રોડ પર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય એમ 12 જેટલા ટ્રેકટરોમાંથી બેટરીની ચોરી કરી અંધારામાં ઓગળી ગયા હતા. બનાવની જાણ સવારે ખેડૂતોએ ખેતરે જવા સેલ્ફ માર્યો ત્યારે થઈ હતી અને જોત જોતામાં એક પછી એક ખેડૂતે આ રીતે ચોરી થઈ હોવાની વાત પાનનાં ગલ્લે કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાદમાં ટંકારા પોલીસનો સંપર્ક કરી ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે તસ્કરોએ જાણે ટંકારા માં તંબુ તાણ્યા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…