Ahmedabad/ અજબ પ્રેમની ગજબ કહાની, સગીર છોકરાને થયો એવી મહિલા સાથે પ્રેમ કે….

એવું કહેવામાં આવે છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી, તે કોઈપણ ઉંમરે કોઈપણ સાથે થઇ જાય છે અને તે જાતિ અને ધર્મના બંધનને પણ જોતો નથી. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

Ahmedabad Gujarat

એવું કહેવામાં આવે છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી, તે કોઈપણ ઉંમરે કોઈપણ સાથે થઇ જાય છે અને તે જાતિ અને ધર્મના બંધનને પણ જોતો નથી. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં છૂટાછેડા લીધેલા એક પુત્રની માતાને એક 17 વર્ષિય છોકરો સાથે એટલો તે પ્રેમ થઇ ગયો કે હવે બંનેએ તેમના માતા-પિતાને એકબીજા સાથે રહેવા માટે છોડી દીધા છે. જો કે છોકરાની ઉંમર નાની હોવાને કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ પોલીસે છોકરાને તેના માતા-પિતાને સોંપ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ મામલો અમદાવાદના અસારવા વિસ્તારનો છે. 30 વર્ષીય યુવતીએ થોડા મહિના પહેલા જ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. તે પછી તે 17 વર્ષના છોકરાના સંપર્કમાં આવી. બંને પ્રેમમાં પડ્યાં. બંને ફોન પર વાત શરૂ કરી. આ દરમિયાન, યુવતીએ દરરોજ છોકરાને બોલાવવાનું શરૂ કર્યું. આ અંગે જ્યારે છોકરાના માતા-પિતાને ખબર પડી ત્યારે તેઓએ તેને ઘણું સમજાવ્યું અને યુવતીને મળવાની ના પાડી.

જોકે આ પછી તેણે ગુપ્ત રીતે યુવતીને મળવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં જ તે ઘરેથી ભાગી ગયો હતો અને યુવતીના ઘરે ગયો હતો. માતા-પિતા યુવતીના ઘરે પહોંચ્યા ત્યારે બંનેએ ઘરને અંદરથી તાળા મારી દીધા હતા. જે બાદ તેણે પોલીસને આ અંગે માહિતી આપી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસની પૂછપરછમાં બંનેએ કહ્યું હતું કે તેઓ એકબીજા સાથે રહેવા માંગે છે. બંને એક બીજાને પ્રેમ કરે છે. જો કે, છોકરો હજી સગીર હોવાથી પોલીસે તેને તેના માતા-પિતાને સોંપી દીધો હતો.

છૂટાછેડા પછી યુવતી તેના દીકરા સાથે એકલી રહે છે

30 વર્ષની યુવતી એક બાળકની માતા છે. તેણીના તેના પતિથી છૂટાછેડા થયા છે. છૂટાછેડા બાદથી તે એકલી રહે છે. આ સમય દરમિયાન તેનો આ છોકરા સાથે સંપર્ક થયો અને બંને પ્રેમમાં પડી ગયા. બંને હવે એક બીજા સાથે રહેવા માંગે છે. દરમિયાન, છોકરાના માતાપિતાએ આરોપ લગાવ્યો હતો કે મહિલાએ તેના પુત્રને પ્રેમની જાળમાં ફસાવ્યો હતો. મોબાઈલમાં તે પોતાનો અશ્લીલ ફોટા મોકલે છે. જેનો પુત્ર તેની જાળમાં ફસાઈ ગયો છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો

સુરત : 11 માળની બિલ્ડિંગ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ પહેલા કર્યું કઇંક આવું કે…

જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં મજૂરનું કમકમાટી ભર્યું મોત

કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…