તાજેતરમાં કોરિયોગ્રાફર પુનીત પાઠકે તેની લેડીલવ નિધિ મુનિ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ખૂબ ધામધૂમ સાથે થયા. લગ્નમાં થયેલા ડાન્સ પ્રોગ્રામમાં ફિલ્મ અભિનેત્રી મૌની રોયનો ડાન્સ એકદમ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં કોરિયોગ્રાફર શક્તિ મોહન પણ મૌની રોય સાથે જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો. શક્તિમોહને મૌની સાથે ડાન્સનો એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે જેને ઘણા બધા વ્યૂ મળી રહ્યાં છે.
https://www.instagram.com/p/CIu9JTZhz-M/?utm_source=ig_web_copy_link
શક્તિમોહે આ વીડિયોને કેપ્શન આપ્યું છે- લેડિજ્જ્જ… હિટ ધ ફ્લોર…
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનનું ગીત ‘જાને ક્યા હુઆ હૈ ક્યોં જીયા બેકરર’ ચાલી રહ્યું છે અને ઘણા લોકો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે. શક્તિમોહન જ્યારે શિમરી સાડી પહેરી રહ્યા છે, ત્યારે મૌની રોય લહેંગામાં જોરદાર ડાન્સ કરી રહી છે. મૌની ડાન્સ કરી રહી છે અને પોતાને અન્ય લોકો સાથે માણી રહી છે. ઘણા લોકો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે પરંતુ મૌનીની સ્ટાઇલ એકદમ અલગ છે. તે બિંદાસ ડાન્સ કરી રહી છે, જેનાથી લાગે છે કે, તે લગ્નનો ખૂબ જ જોરદાર આનંદ માણી રહી છે.
https://www.instagram.com/p/CI0DxVlBwLI/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CIpa0kxh1Ai/?utm_source=ig_web_copy_link
મૌની રોયની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથેની ગોલ્ડ ફિલ્મમાં જોવા મળી હતી અને તેની અગાઉની ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં રાજકુમાર રાવ સાથે હતી. મૌનીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં મૌનીની નકારાત્મક ભૂમિકા છે. મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો માટે તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
ઇશા ગુપ્તાએ બાથરૂમમાં ક્લિક કરી હોટ સેલ્ફી, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ ‘મમ્મી કસમ’ રિલીઝ, જુઓ વીડિયો
આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટાર્સે કર્યું ધમાકેદાર ડેબ્યુ
ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
