@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી
મોરબી જીલ્લાનાં નિવૃત ટ્રાફિક એએસઆઈ સામે આવક કરતા વધુ સંપત્તિ બદલ એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધી એસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એસીબીના પીઆઈ પી કે ગઢવીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હરેશ કાનજીભાઈ કેસુર મોરબી જીલ્લાના ટ્રાફિકના તત્કાલીન એએસઆઈ હાલ નિવૃત હોય જેની ફરજ દરમિયાન વાંકાનેર તાલુકામાં ટ્રાફિક ડ્યુટી અને જીલ્લામાં અન્ય ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસરની મિલકત વસાવ્યાની અરજીની તપાસ કરતા જરૂરી રેકર્ડ, દસ્તાવેજ અને કાયદેસર મેળવેલ આવક અને કરેલ રોકાણ તેમજ ખર્ચની હકીકતો વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી તપાસવામાં આવી હતી જેમાં કાયદેસર આવકના પ્રમાણમાં રૂ ૨૩,૪૬,૬૮૦ એટલે કે ૭૫.૮૬ ટકા જેટલી રકમનું વધુ રોકાણ-ખર્ચ કરેલાનું ફલિત થયું હતું જેથી આરોપી નિવૃત એએસઆઈ સામે મોરબી એસીબી ટીમે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સુધારો ૨૦૧૮) ની કલમ ૧૩ (૧)(બી) તથા ૧૩ (૨) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ રાજકોટ ગ્રામ્ય એસીબી પીઆઈ આર આર સોલંકી ચલાવી રહ્યા છે મોરબી એસીબી ટીમે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ પી જાડેજાના સુપરવિઝન હેઠળ અરજીની તપાસ કરી બાદમાં ગુન્હો દાખલ કર્યો છે.
કોરોના સામેની લડાઇમાં આયુર્વેદની પણ પરીક્ષા
ગાંધીનગરમાં જ દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળ્યો
સૌ.યુનિનો 19મીએ વર્ચ્યુઅલ પદવીદાન સમારંભ, માત્ર 26ને રૂબરૂ ડિગ્રી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
