દુઃખદ/ જાણીતા ભજનિક લક્ષ્મણ બારોટનું આકસ્મિક નિધન

ગુજરાતના સુવિખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. જાણીતા ભજનિકના આકસ્મિક નિધનના કારણે ભજનના વર્તુળો સહિત ધર્મજગત શોકગ્રસ્ત થઈ ગયું છે.

Top Stories Gujarat

જામનગરઃ ગુજરાતના સુવિખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. જાણીતા Laxman Barot Death ભજનિકના આકસ્મિક નિધનના કારણે ભજનના વર્તુળો સહિત ધર્મજગત શોકગ્રસ્ત થઈ ગયું છે. લક્ષ્મણ બારોટ ગુજરાતના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ભજનિક હતા. તેમના ભજનો હજી પણ લોકજીભે છે. તેઓ ગુજરાત જ નહી વિદેશમાં પણ તેમના ભજન માટે જાણીતા હતા. તેઓ નારાયણ સ્વામીને તેમના ગુરુ માનતા હતા. તેમણે મંગળવારે સવારે પાંચ વાગે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના નિધનના લીધે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલા તેમના આશ્રમમાં સોંપો પડી ગયો છે. ઝગડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ પણ બનાવ્યો હતો. તેઓ ઘણી Laxman Barot Death વખત આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા નિયમિત રીતે ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા.
તેઓના ભજન આજે પણ રાજ્યની પ્રજાના લોકજીભે છે. તેમા પણ ખાસ કરીને રાજ્યના અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તો તેમની જબરજસ્ત કીર્તિ હતી. તેમની આગવી શૈલીમાં ગવાયેલા ભજનોએ ભજનના શોખીનોનો નવો વર્ગ ઊભો કર્યો છે. આ ભજનના Laxman Barot Death શોખીનોના નવા ઊભા થયેલા વર્ગે પણ તેમના મૃત્યુથી જબરજસ્ત આંચકો અનુભવ્યો છે.
તેમના માટે તો જાણે તેમનો અવાજ જ જતો રહ્યો હોય તેવી સ્થિતિ છે. આજે ભજનો દ્વારા તેમને જે આધ્યાત્મિક અનુભૂતિ કોણ કરાવશે તેવી વ્યગ્રતા છે. તેમના ભજન ફક્ત ભજન જ ન હતા પરંતુ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવતા નવો માર્ગ હતા. એક આધ્યાત્મિક આનંદની હેલી હતી. તેની સાથે આધ્યાત્મિકતાનો એક નવો જ સૂર હતો. આમ તેમના નિધને ફક્ત ભજનના ક્ષેત્રે જ શૂન્યાવકાશ સર્જયો છે તેવું નથી, પણ આધ્યાત્મિક સૂરોના મોરચે પણ નવો શૂન્યાવકાશ સર્જયો છે.

 

આ પણ વાંચોઃ લગામ/પાંચ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાતઃ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં સન્નાટો

આ પણ વાંચોઃ  જન્માષ્ટમીનો મેળો/રાજકોટના જન્માષ્ટમીના મેળાનો આવતીકાલથી પ્રારંભઃ સીએમ ઉદઘાટન કરી શકે

આ પણ વાંચોઃ કામગીરી/સુરતની આ 4 કંપનીઓનો 3.87 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી, RTO કરશે હવે કંપનીની મિલકત પર…

આ પણ વાંચોઃ શ્રાવણિયો જુગાર ઝડપાયો/અમદાવાદના ન્યુયોર્ક ટાવરમાં લાસ વેગાસને પણ ટક્કર મારે તેવું જુગારધામ

આ પણ વાંચોઃ વીજચોરી/સુરતમાં DGVCLનો સપાટોઃ ચાર મહિનામાં 3.40 કરોડની વીજ ચોરી પકડી