Auto/ કાર ચાહકો માટે વધુ એક ઝટકો, હવે મહિન્દ્રાની ગાડીઓ પણ થશે મોંઘી

કાર ચાહકો માટે આવતા વર્ષથી કાર ખરીદવી થોડી મોંઘી બની શકે છે. લગભગ દરેક કાર કંપનીઓ પોતાની કારનાં ભાવમાં વધારો કરવા જઇ રહી છે. હવે આ શ્રેણીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ સામેલ થવા જઇ રહી છે. જી હા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આગામી મહિનાથી તેની પેસેન્જર અને કોમર્શિયલ વાહનોની સંપૂર્ણ શ્રેણી માટે ભાવ વધારાની જાહેરાત કરી […]

Tech & Auto

કાર ચાહકો માટે આવતા વર્ષથી કાર ખરીદવી થોડી મોંઘી બની શકે છે. લગભગ દરેક કાર કંપનીઓ પોતાની કારનાં ભાવમાં વધારો કરવા જઇ રહી છે. હવે આ શ્રેણીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ સામેલ થવા જઇ રહી છે.

જી હા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આગામી મહિનાથી તેની પેસેન્જર અને કોમર્શિયલ વાહનોની સંપૂર્ણ શ્રેણી માટે ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે. ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 1 જાન્યુઆરી, 2021 થી તેમના પેસેન્જર અને કોમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારો થશે.

ઉત્પાદન ખર્ચમાં વધારાને લીધે લીધેલ નિર્ણય

મુંબઇ સ્થિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું છે કે, કોમોડિટીનાં ભાવમાં વધારો અને અન્ય વિવિધ ઉત્પાદન ખર્ચને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે. કંપનીએ કહ્યું કે, તે તેના વિવિધ મોડલોનાં ભાવમાં કેટલો વધારો થશે તે અંગેની માહિતી આપશે. મહિન્દ્રા થાર અને સ્કોર્પિયો જેવા મોડલોનું વેચાણ કરે છે. ગયા અઠવાડિયે, ફોર્ડ ઇન્ડિયાએ 1 જાન્યુઆરીથી તેના વિવિધ મોડલોનાં ભાવમાં વધારાની જાહેરાત કરી હતી.

આ અગાઉ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે કંપની 1 જાન્યુઆરીથી તેની સંપૂર્ણ લાઇનઅપની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. આ પછી, કિયા મોટર્સે પણ તેની ડીલરશીપને ભાવ વધારા અંગે માહિતી આપી હતી. ત્યારબાદ કિયા મોટર્સની ભાગીદાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ તેની લાઇનઅપમાં કારનાં ભાવમાં વધારો કરવાની જાણકારી આપી છે. નવીનતમ માહિતી અનુસાર, હ્યુન્ડાઇ ઇન્ડિયા પણ તેના મોડલોની કિંમતોમાં કિયા મોટર્સ જેટલો વધારો કરી શકે છે.

હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ

Hyundai i20 ખૂબ થઇ રહી છે સેલ, માત્ર 40 દિવસમાં 30 હજાર કાર થઇ બુક

Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો