Wedding/ ગૌહર ખાને લગ્ન પહેલા શેર કર્યો પ્રિ-વેડિંગ વિડીયો, ઝૈદ દરબાર સાથે રોમેન્ટિક અંદાજમાં મળી જોવા

અભિનેત્રી ગૌહર ખાન ઝૈદ દરબાર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હવે તેમના લગ્નને માત્ર એક અઠવાડિયા બાકી છે. ત્યારે આ પહેલા ગૌહર ખાને પ્રિ-વેડિંગ શૂટનો એક વીડિયો શેર કર્યો છે,

Entertainment

અભિનેત્રી ગૌહર ખાન ઝૈદ દરબાર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હવે તેમના લગ્નને માત્ર એક અઠવાડિયા બાકી છે. ત્યારે આ પહેલા ગૌહર ખાને પ્રિ-વેડિંગ શૂટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઝૈદ દરબાર સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયોને ખુબ જ લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.

ગૌહર ખાને આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે. ગૌહર લહેંગામાં જોવા મળી રહી  છે, ત્યારે ઝૈદે ક્રીમ કલરની શેરવાની પહેરી છે. ગૌહરે કેપ્શનમાં લખ્યું છે કે, “લગ્ન માટે 1 અઠવાડિયા બાકી છે.” જાણો કે ગૌહર અને ઝૈદ 25 ડિસેમ્બરના રોજ લગ્નના ગાંઠ બંધનમાં બાંધવાના છે.

https://www.instagram.com/p/CI3KS2hnbdf/?utm_source=ig_web_copy_link

ગૌહર અને ઝૈદના સંબંધોના અહેવાલો વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે. પરંતુ ગૌહરે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઇનકાર કર્યો હતો. ગૌહર કહે છે કે બંને વચ્ચે કોઈ 12 વર્ષનો તફાવત નથી. તે ઝૈદ કરતા થોડા વર્ષો મોટી છે. ગૌહર એમ પણ કહે છે કે બંનેને કોઈ જ વાંધો નથી. લોકોને બસ વાતો કરતા આવડે છે.

https://www.instagram.com/p/CI0VOu7nNKT/?utm_source=ig_web_copy_link

હકીકતમાં, એક ખાનગી માધ્યમને આપેલા ઇન્ટરવ્યુમાં ગૌહરે કહ્યું, “મને સ્પષ્ટ કરવા દો કે જે વય અંતર કહેવામાં આવે છે તે મારા અને ઝૈદ વચ્ચે ખોટું છે.” હું ઝૈદ કરતા થોડાં વર્ષો મોટી છું, પણ 12 વર્ષ ખોટું છે. ‘

https://www.instagram.com/p/CIhcmWrn__c/?utm_source=ig_web_copy_link

ઝૈદ સાથેના તેમના લગ્ન અંગે ગૌહરે કહ્યું હતું કે, હું ઝૈદ જેવા વ્યક્તિને ક્યારેય મળી નથી. મેં વિચાર્યું કે તે મારા જેવા જ છે. અમે મળ્યા અને એકબીજા સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. ઝૈદે કદી વિચાર્યું ન હતું કે તે ક્યારેય કોઈને પ્રપોઝ કરશે. તેની પાસે લગ્ન માટેની કોઈ યોજના નહોતી, પરંતુ મને મળ્યા બાદ ઝૈદે મને 1 મહિના પછી જ પ્રપોઝ કર્યું.

‘દિયા ઓર બાતી હમ’ ના રાશિદ ખાન બીજી વાર બન્યો પિતા, દીકરાનો ફોટો શેર કરી જણાવ્યું નામ

સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ, જાણો કમાણી વિશે

હેક થયું ઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સાયબર સેલમાં નોંધાવી FIR

વિદેશમાં વ્હાઈટ ચોલી પહેરીને ફરી રહી હતી આ એક્ટ્રેસ, બેલેન્સ બગડતા થયું આવું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…