ઉત્તર પ્રદેશના લખનઉમાં એક શખ્સે છૂટાછેડા પછી તેની પત્નીને ઓછું વળતર આપવા માટે તેનો આવકવેરા આઈડી પાસવર્ડ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આઈડી પાસવર્ડ સાથે ચેડાંનો સંદેશો પત્નીના મોબાઈલમાં પહોંચ્યો અને મામલો ઉજાગર થતા પત્નિ પહોંચી પોલીસ પાસે.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ઉત્તર પ્રદેશનાં લખનઉનાં ઠાકુરગંજનાં રહેવાસી એક બેન્ક ઓફિસર અક્ષત વિજય અને તેની પત્નીનો છુટાછેડાનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. અક્ષતને કોઈએ જણાવ્યુ કે જો તે પત્નીના ઈન્કમટેક્સ રિટર્નના દસ્તાવેજમાં પત્નીની ઉંમર પોતાની ઉંમરથી વધુ બતાવે તો તેને ઓછુ વળતર આપવુ પડે.
#CoronaUpdate / કોરોનાની ચાલ નબળી પડી, ગુજરાતમાં આજે 7 લોકોના મોત સાથે આટલા …
માધ્યમોનાં અહેવાલ પ્રમાણે અક્ષતે તેની પત્નિનું ITR એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરી જેથી તે પોતાની પત્નિની જન્મ તારીખ સહિતની ડિટેઇલ તેના એકાઉન્ટમાં બદલી શકે. આઈટીઆર ફાઇલ કરવાનાં આઈડીનો પાસવર્ડ બદલવાની કોશિશ થતા જ આ છેડછાડની માહિતી મહિલાના ફોન પર આવી હતી અને પત્નિ સફાળી જાગી. પતીનાં કરતુત માલુમ પડતા પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બંનેના છૂટાછેડાને લઈને આ વર્ષે માર્ચમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Caution / “આપ મર્યા વિના સ્વર્ગે નહીં જ જવાય” ચેતીને રહેજો…
આ મામલે સ્થાનિક પોલીસનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ, કોઇનાં વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. આવું કરવું તે નિયમોની વિરુદ્ધ છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસ સાયબર ટીમને સોંપવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
