Gandhinagar/ સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજય રૂપાણીની હાકલ

સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજય રૂપાણીની હાકલ

Top Stories Gujarat Others

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની ૬ ટકા સબસીડી મળી છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ થકી રાજ્યની સહકારી બેંકો પોતાના વિસ્તારમાં આવા મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે, નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને 0 % વ્યાજે લોન મળતી થશે.

વિજયભાઇ રૂપાણીએ ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની સમજ અને અમલીકરણ માટેની ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા હાકલ કરી હતી.

તેમણે કહ્યું કે, સહકારિતાની સંકલ્પનાનો મુળમંત્ર નાના માણસોની મદદ છે. આ યોજનાની સફળતાથી આપણે ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રોફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું. મુખ્યમંત્રીએ માઇક્રોફાઇનાન્સથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ રાખી ખુશહાલી લાવવાની નેમ વ્યક્ત કરી હતી.

વધુમાં આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે,  આત્મનિર્ભર ગુજરાત યોજના બની ત્યારે સ્પષ્ટ હતું કે આ કામ રાજ્યની સહકારી બેંકો જ કરી શકશે. સહકારી બેંકો ગ્રાહક સાથે આત્મીય સંબંધ ધરાવે છે. સહકારી બેંકોમાં સહકારિતાનો ભાવ, નાના માણસોને મદદ કરવાની લાગણી, નાના માણસોની વેદના-વ્યથા અને તકલીફ સમજી શકવાની ક્ષમતા સવિશેષ જોવા મળે છે

 તેમણે વધુમાં કહ્યું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે તેવા સમયે સહકારી બેંકોએ તેમનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી જાણ્યું છે. નાના માણસો, છૂટક વેપાર, મજૂરી કરતા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને સહકારી બેંકોએ ૦૧ થી ૨.૫ લાખની લોન આપી લોકડાઉનમાં જે આર્થિક ખાંચો પડયો હતો તેને પૂરી આપ્યો છે. સહકારી બેંકોએ રાજ્યના અઢી લાખ લોકોને કુલ ૨૫૦૦ કરોડનું ધિરાણ આપ્યું છે.

‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ માં રાજ્યની ૧૦ લાખ બહેનોને ૧ લાખ જુથ રચી ૧૦૦૦ કરોડનું ધિરાણ આપવાનૂં લક્ષ્ય છે. યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય-નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય. જેમ એમ.એસ.એમ.ઇ. માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન. તે રીતે મહિલા જૂથોને આર્થિક સહાય માટે પણ આપણે પ્રોએક્ટિવ અભિગમ અપનાવ્યો છે.

વડાપ્રધાન એ ગુજરાત રાજ્યને વિકાસનું પર્યાય બનાવ્યું છે. ખેડૂતોની આવક બમણી થાય તેવી જ રીતે નાના માણસને આવકમાં વધારો થાય, રાજયમાં માથાદીઠ આવક વધે તે આપણું લક્ષ્ય છે. આત્મનિર્ભર ગુજરાતની મુહીમ થકી આપણે આર્થિક અસમાનતા દૂર કરી શકીશું. કોઈ એક વર્ગ બે પાંદડે થશે તો આખા સમાજને ફાયદો થશે, તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

કોરોનાના કપરાકાળમાં ઘણી બેંકોએ ૧૦૦ કરોડનું ધિરાણ આપી ટાર્ગેટ અચીવ કર્યો છે. યોજનાની સફળતા હવે સહકારી બેંકોના હાથમાં છે. સહકારી બેંકો પોતાના વિસ્તારમાં ધિરાણ આપવાનો ટાર્ગેટ નિયત કરે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ નાગરિક સહકારી બેંકનો ઉલ્લેખ કરી માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ બેઠકમાં ગ્રામ વિકાસ કમિશનર  વિજય નેહરાએ સહકારી બેન્કોના ચેરમેન સમક્ષ ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ વિશે પ્રેઝંટેશન આપ્યુ હતું. તેમણે સેલ્ફ હેલ્પ ગ્રુપ (S.H.G.) અને જોઇંટ લાયેબિલિટી ગ્રુપ (J.L.G.)ને મર્જ કરી બનાવેલા નવા જોઇંટ લાયેબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ(J.L.E.S.G.) નો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…