આજ રોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને કૃષિ બિલ વિરુધ સરકાર સામે ચાબખા વીંઝ્યા હતા. તેમને કહ્યું હતું કે, દિલ્હીની ભાજપ સરકારએ ખેડૂતોની, અને ખેતીની પ્રેમી હોય તેમ સંસદ મળવાની હોય છતાં પણ વટ હુકમ બહાર પાડીને બિલના સ્વરૂપમાં ઉતાવળમાં આ કૃષિ બિલ પાસ કરી રાષ્ટ્રપતિ ની સહી સાથે કાયદાઓ પસાર કર્યો છે.
આ કૃષિ કાયદાનો દેશ ભર માં વિરોધ શરૂ થયો છે. જો ખેડૂતો નો પાક કોઈ ના ખરીદે તો સરકાર ખરીદશે. Msp નો કાયદો બનાવવો જોઇએ. ખેડૂતો કોર્ટ માં ના જઇ શકે, એવી જોગવાઈ કરવામાં આવી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ… આ સરકાર ને કોઈ ની પડી નથી. આ રાજહઠ હોય તેવું વર્તન છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, ખેડૂતો માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. આવો શાંત સત્યાગ્રહ હિન્દુસ્તાન માં પહેલી વાર થઈ રહ્યો છે. જેમાં 30 જેટલા લોકો મોત ને ભેટ્યા છે. 12 મહિના પહેલા પ્રાઇવેટ કમ્પનીઓ એ કેમ ગોડાઉન બનાવ્યા???? જેવા વેધક સવાલો પણ કર્યા હતા.
આખો દેશ ગીરવે મુકવાનો હોય તેવા કાયદા નો દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. પંજાબ હરિયાણા ના ખેડૂતો દેવાદાર છે. ગઈકાલે કિસાન દિવસ હતો. આવતીકાલે બાજપાઈ નો જન્મ દિવસ છે. રાજ્ય માં ખેડૂતો એ આત્મહત્યા પણ કરી છે. ખેડૂતો ની હાલત બદતર છે. ભાજપ ને બાજપાઈ માટે માન હોય તો એમના જનમ દિવસે આ કાયદા પાછા ખેચીબતાવે.

અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ
વધુમાં તેમને જણાવ્યું હતું કે, 25 ડીસેમ્બર મી રાત સુધી રાહ જોઇશ. 26 તારીખે સવારે 11 વાગે ગાંધી ઘાટ થી સુભાસબ્રિજ સર્કલ થી સુભાષ જી ને નમન કરી રસ્તા માર્ગે દિલ્હી જવા નિકળીશું. મારી સાથે 100 લોકો આઈકાર્ડ સાથે હશે. પોલીસ કમિશનર ને મંજૂરી માટે હું લખીશ. સરકારે મારી ધરપકડ કરવી હોય તો કરે. 26 મી થી હું એકલો અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ કરીશ. મારી સાથે ના લોકો નહીં કરે.
ખેડૂતો ને પાકિસ્તાની, ખાલીસ્તાની કહેવામાં આવે છે. જો એ લોકો આવ્યા હોય તો સરકાર શુ કરે છે?? કેવીરીતે અહીં પહોંચ્યા?? ખેડૂતો ને બદનામ કરવામાં આવે છે.
Arvalli / કોરોના ઇન્જેક્શન મામલે વિવાદિત ઓડિયો વાયરલ, ઈન્જેકશન બારોબાર…
Vadodara / બ્રેઈન ડેડ બાળકી સાત વ્યક્તિઓમાં જીવશે જિંદગી, આટલા અંગો કર્…
Gandhinagar / સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજ…
Crime / જમીન વિવાદમાં ઘુમા કબીર આશ્રમના મહંત અપહરણ કેસમાં આટલા આરોપી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
