Gujarat/ ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે સરકાર બધાને ખુશ કરવાની કોશિશ ન કરે: હાઇકોર્ટ

સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ બ્રિટેનમાંથી આવેલા નવા સ્ટ્રેનને લઇને પરિસ્થિતિ ફરી વણસેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં

Top Stories Gujarat Others
a

સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ બ્રિટેનમાંથી આવેલા નવા સ્ટ્રેનને લઇને પરિસ્થિતિ ફરી વણસેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે એમાં પર મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણને લઈને સમગ્ર ગુજરાત વાસીઓને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. રાજ્યમાં આવતા મહિને આવનારા ઉત્તરાયણ પર્વની ઉજવણી થવા જઈ રહી છે. જેને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું કે સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે.

High Court of Jharkhand, India

UK / આખરે 10 મહિનાની લડાઈ બાદ UK-EU બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને લાગી મ્…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાયણના તહેવારને લઇને કરવામાં આવેલી અરજી સરકારને ટકોર કરી છે. ઉત્તરાયણ એક વર્ષ પછી પણ ઉજવી શકાશે. સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, બધાને ખુશ રાખી શકાશે નહીં. એટલું જ નહીં પરંતુહાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, આમ હવે ઉત્તરાયણના પર્વ બાદ ફરી આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? જો કે આગામી વર્ષ કોરોનાને લઇને ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે.

Uttrayan in pictures! – Hitchy's World

Birthday / ‘અટલ’ બિહારી વાજપેયીના આ ભાષણો થઇ ગયા ‘અમર…

વધુમાં હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે. એક વર્ષ ઉત્તરાયણની ઉજવણી નહી કરવામાં આવે તો ચાલશે. રાજ્યમાં 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2021 સુધીના સમયગાળામાં વધુ સાવચેતી રાખવી પડશે. બધાને ખુશ રાખી શકાશે નહીં.કોરોના સંક્રમણને લઇને કાબૂમાં રાખવા જાન્યુઆરી મહિનામાં રાત્રિ કર્ફ્યુ રહી શકે છે. હાઇકોર્ટે પણ કહ્યું હતું કે રાત્રિ કર્ફ્યુ જરૂરી છે. રાત્રિ કર્ફ્યુ હજુ વધુ સમય ચાલુ રહેવું જોઇએ. રાત્રિ કર્ફ્યૂને કારણે કોરોનાના કેસની સંખ્યા ઘટી છે.

National / નેશનલ હાઈવેના મુસાફરો માટે 1 જાન્યુઆરીથી આ બાબત જરૂરી, નહિતર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…