Gujarat/ હળવદનાં આ ગામે તિક્ષ્ણ હથીયારોથી સાત ગૌવંશ પર હુમલો

હળવદના માથક ગામે સાત ગૌવંશ પર ધારીયાના ધા જીકાયા ગામ લોકોમા ભારે રોષ હાલ ગામ લોકોએ સીમ વિસ્તારમાં ચારે દિશામા તપાસ કરાતા આરોપી મળીગયો હોવાની સુત્રોમાંથી માહિતી મળીસે અગાઉ માથક ગામે પાચ આખલા પર હુમલો થયો હતો

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

હળવદનાં માથક ગામે સાત ગૌવંશ પર ધારીયાનાં ઘા જીક્યા ગામ લોકોમાં ભારે રોષ હાલ ગામ લોકોએ સીમ વિસ્તારમાં ચારે દિશામાં તપાસ કરાતા આરોપી મળી ગયો હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે. અગાઉ માથક ગામે પાચ આખલા પર હુમલો થયો હતો.

હળવદ તાલુકામાં સતત ગૌવંશ પર હુમલા થઇ રહ્યા છે. એક મહીના 30 જેટલા આખલા પર જીવલેણ હુમલા થયા છે. ત્યારે માથક ગામે વધુ સાત આખલા પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો થતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે. હાલ માથક ગામનાં સરપંચ સહિત ગામનાં લોકો ગામનાં પાદરે એકઠા થયા છે અને ઇજાગ્રસ્ત ગૌવંશની સારવારની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથો સાથ રાત્રીનાં સમયે આખલાઓ કઇ દિશામાં ગયાતા તેની તપાસ કરતા આખલાને ધારીયાનાં ઘા જીકનાર આરોપી પણ ગામ લોકોને મળી ગયો હોવાની વાત સામે આવી રહી છે. હળવદ પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પોલીસ જવા નીકળી હોય તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

હળવદનાં ઘણા ગામોમાં ગૌવંશ પર હુમલાનાં બનાવો બન્યા છે. નિર્દોષ અબોલ પશુ ભોગ બની રહ્યા છે. પરંતુ આરોપીઓ પકડમાં નથી આવતા. આરોપીઓ રાત્રીનાં સમયે બનાવને અંજામ આપે છે, જ્યા આજુબાજુમાં કોઇ હોતુ પણ નથી અને કદાચ ગામ લોકોમા કોઇને જાણ થાય કે હુમલો કરનાર આજ વ્યક્તિ છે, તો નામ પણ આપતા નથી. જેથી આરોપીઓ પકડથી દુર રહે છે. બે દિવસ પહેલા શ્રીરામ ટ્રસ્ટ દ્વારા ભાવેશભાઇ ઠક્કર અને તપનભાઇ દવેએ આરોપીઓ પકડવા હળવદ પોલીસ સ્ટેશને લેખીત રજુઆત પણ કરી છે. પોલીસ પણ મુંજવણમાસે કારણ કે આરોપીની નામજોગ અરજી કે ફરીયાદ નથી, આવતી પણ આજે માથક ગામમાં જે બનાવ બન્યો તેનો આરોપી લોહીનાં ટીપે ટીપે મળી ગયો હોવાની વાત સામે આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો