Not Set/ પૂર્વ કચ્છની નવી RTO કચેરીનું રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત

પૂર્વ કચ્છની નવી RTO કચેરીનું રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત

Top Stories Gujarat Others

@કૌશિક છાયા, કચ્છ

અંજાર ખાતે રૂ. ૮.૫૨ કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરીનું રાજયમંત્રી વાસણભાઇ આહિરના વરદહસ્તે ખાતમૂહૂર્ત કરાયું હતું. અંગ્રેજી નૂતન વર્ષના પ્રારંભે જ સોમવારના વરસામેડી ખાતે નવી આર.ટી.ઓ. કચેરીનો શિલાન્યાસ કરી અંજાર સહિત પૂર્વ કચ્છ પંથકમાં વિકાસકામોમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.

આ તકે આયોજિત સમારંભમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, લાંબા સમયથી અંજારની વિવિધ જુદી જુદી સંસ્થામાં તેમજ નગરજનો દ્વારા પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરી, અંજાર ખાતે નિર્માણ પામે તેવી રજૂઆતો હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની સરકાર નાગરિકોની રજૂઆતોને હંમેશા ધ્યાને લઇને લાગણી અને માંગણીઓની પૂર્તતા કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે આ કચેરી પૂર્વ કચ્છના પ્રજાજનોને આગામી એક વર્ષમાં લોકાર્પિત કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Ahmedabad / વિપુલ ચૌધરીની હંગામી જામીન અરજી હાઈકોર્ટે એ ફગાવી, હવે આ રીત…

Surat / સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પટેલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલ…

આગામી વર્ષમાં અંજાર શહેરનાં મુખ્ય ત્રણ પ્રકલ્પો જેવા કે વીરબાળભૂમિ, જેસલ તોરલની સમાધિનો વિકાસ તેમજ નવી આર.ટી.ઓ કચેરીનાં કામોને અગ્રતા આપવામાં આવશે અને ઝડપથી આ કામો સંપન્ન કરવામાં આવશે તેવો મંત્રી વાસણભાઇ આહિરે કોલ આપ્યો હતો.

સમારંભમાં ઉપસ્થિતોને સંબોધન કરતાં મંત્રી વાસણભાઇ આહિરે અંજાર તાલુકામાં થઇ રહેલા વિકાસ કામોની વાત કરતાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છની ઘણી કચેરીઓ અંજારમાં કાર્યથી થઇ છે જેવી કે પી.જી.વી.સી.એલ. કોર્ટ, પાણી પુરવઠા વિભાગની કચેરી, આઇ.ટી.આઇ. નો સમાવેશ થાય છે.

Political / 2021ના આગમન સાથે અનેક પડકાર, કેટલા મોરચે લડશે ગુજરાત સરકાર…

Political / AIMIM નેતાઓના ગુજરાતમાં ધામા, અહીં કરશે ચૂંટણીલક્ષી મિટિંગ…

રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને ભૂકંપ બાદ કચ્છ સવાયુ કચ્છ બની રહે તે માટે અનેક પ્રયત્નો કર્યા છે. આજે તેમના પ્રયત્નોથી ફળશ્રૃતિ આપણે જોઇ શકીએ છીએ. વધુમાં ઉમેર્યું હતું કે, આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની સંવેદનશીલ સરકાર છેવાડાનાં માનવીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, અગ્રણીઓ સર્વ શંભુભાઇ આહિર, કાનજીભાઇ શેઠ, સંજયભાઇ દાવડા, ડેનીભાઇ શાહ, ગોપાલભાઇ માતા તેમજ મામલતદાર હીરવાણીયા, ભુજ આર.ટી.ઓશ્રી પટેલ, ગાંધીધામ આર.ટી.ઓ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કા.ઇ. બલદાણીયા અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…