કોંગ્રેસ-ભાજપ રાજકીયપક્ષ ઉમેદવારોની શોધમાં
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ત્રણ નામની વોર્ડદીઠ પેનલ મંગાવી
કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાતમાં
ભાજપ-કોંગ્રેસનો બેઠકોનો દોર
ત્રીજા પક્ષ તરીકે અન્ય રાજકીયપક્ષ પણ ઝૂકાવશે ચૂંટણીજંગમાં
6 મનપાની ચૂંટણી બની શકે ખરાખરીનો જંગ
@અરુણ શાહ, અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં જાહેર થવાની તૈયારીમાં છે.દરમિયાન 6 મહાનગરપાલિકાની આયોજીત ચૂંટણી માટે મુખ્યરાજકીયપક્ષોએ ઉમેદવારોની કવાયત હાથ ધરી છે. તો ત્રીજા રાજકીયપક્ષે પણ ગુજરાતમાં રાજકીય પગપેસારો કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.
સોનું / સોનાની ખાણોમાં સોનું ખૂટી રહ્યું છે, તો શું સોનાની ચમક ફિક્ક…
Covid-19 / દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં, છેલ્લાં 24 કલાકમાં મા…
UK / UKમાં નવો સ્ટ્રેન બન્યો મહાઆફત,24 કલાકમાં જ 60,900થી વધુ કેસ…
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની પૂર્ણ થયેલી મુદત માટે ચૂંટણી યોજવા રાજ્યચૂંટણી પંચ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ તો ચૂંટણી વિલંબમાં થતાં મ્યુનિ.કમિશનર હસ્તક સત્તાના સૂત્રો સોંપાયાં છે પરંતુ હવે આગામી ચૂંટણીમાં કોર્પોરેટર બનવા માટે જાણે કે નેતાઓમાં સ્પર્ધા જામી છે. ગુજરાતમાં મુખ્ય રાજકીયપક્ષ તરીકે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની શોધ કરવા કવાયત હાથ ધરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વોર્ડપ્રમાણે ત્રણ સંભવિત ઉમેદવારોના નામની પેનલ મંગાવી છે. તો કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આ જ હેતુ ગુજરાતમાં છે અને ધારાસભ્યો સહિતના નેતા સાથે બેઠક યોજી રણનીતિ ઘડવાની કવાયત હાથ ધરી છે.

જો કે છેલ્લી ટર્મમાં રહેલાં અને હાલ પૂર્વ બની ગયેલાં કોર્પોરેટરોએ રીપીટ થવા સિનિયર નેતાના સંપર્ક વધાર્યા છે. તો નવા ચહેરા તરીકે પણ બંન્ને રાજકીયપક્ષમાં ઝૂકાવવા યુવાવર્ગ ઉત્સુક બન્યો છે. મહાનગરની આ ચૂંટણીમાં નવા અને યુવા ચહેરાને સ્થાન અને મહિલા ઉમેદવારોને અગ્રતા આપવાનો અભિગમ બંન્ને રાજકીયપક્ષે અપનાવ્યો છે. ભાજપ આ વખતે વિકાસની રાજનીતિ સાથે જ ચૂંટણી જંગમાં ઝૂકાવશે. તો કોંગ્રેસ સ્થાનિક સમસ્યા અને કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના મુદ્દાને ચૂંટણી મુદ્દા તરીકે લઇને પ્રજા સમક્ષ જાય એવી રણનીતિ ઘડવામાં રાજકીયપક્ષ વ્યસ્ત બન્યા છે. ભાજપ અને કોંગ્રેસ સાથે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટી અને ઔવેસીની પાર્ટી પણ પ્રવેશ કરવા ઉત્સુક બન્યા છે. જો કે ગુજરાતમાં ત્રીજો રાજકીયપક્ષ આજદિન સુધી સફળ રહ્યા નથી.માત્ર મતોનું વિભાજન થઇ શકે. પરંતુ સત્તા હસ્તગત કરવામાં કોઇ રાજકીયપક્ષને સફળતા સાંપડી નથી. પરંતુ આપ અને ઔવેશીના રાજકીયપક્ષના ઉમેદવારોના પગલે મહાનગરપાલિકાની ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
