ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગુલરીહા વિસ્તારમાં આવેલા એક ગામમાં એક મકાનમાં ઘૂસેલા ત્રણ યુવકોને પુત્રવધૂના રૂમમાં આપતિજનક હાલતમાં પકડવામાં આવ્યા હતા.
સસરાએ અવાજ કરતાં ગામલોકોએ પુત્રવધૂના રુમમાંથી પકડાયેલા યુવકને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. યુવક પાસેથી છરી પણ મળી આવી છે. સસરાએ પુત્રવધૂ પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે યુવક સાથે તેના અનૈતિક સંબંધ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ સસરાએ પોલીસને પત્ર લખ્યો છે કે તેમની વહુના શ્યામદેરવાન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના યુવક સાથે અનૈતિક સંબંધ છે. ઘણા દિવસથી યુવક રાત્રે ઘરે આવે છે અને ગુંડાગીરી બતાવે છે. મંગળવારે રાત્રે પણ ત્રણ યુવકો પણ ઘરમાં ઘૂસી ગયા હતા.
આ દરમિયાન વૃદ્ધે અવાજ કરવો શરૂ કર્યો. અવાજ સાંભળીને મોટી સંખ્યામાં પહોંચેલા ગ્રામજનોએ તેમને ઘેરી લીધા અને તેમને પકડી લીધા. રોષે ભરાયેલા ગ્રામજનોએ યુવકને માર માર્યો હતો. આ તક જોઇને એક યુવકે છરી વડે હુમલો કરી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેને પકડી લીધો હતો.

આ અંગે ચોકી પ્રભારી ભટ્ટ વીરેન્દ્ર બહાદુરસિંહે જણાવ્યું હતું કે એક મકાનમાં ત્રણ યુવકો પકડાયા છે, પોલીસ આ મામલે તપાસ કરશે અને કાર્યવાહી કરશે.
