અમેરિકા જેવી મહાસત્તા અત્યારે સમગ્ર વિશ્વની સાથે કોરોના મહામારી ઉપરાંત આંતરિક રાજકારણ બંનેનો માર સહન કરી રહી છે. અત્યાર સુધીમાં અમેરિકાના સૌથી વધારે કોરોનાના કેસ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.છેલ્લા 24 કલાકની અંદર જ 2.75 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ 4000 કરતા વધારે એટલે કે 4200 લોકોના મોત થયા છે.
Vaccination / દેશભરના 700 જિલ્લામાં આજે કોરોના વેક્સિનેશન ડ્રાય રન, જાણો …

અમેરિકન સંસ્થાના અહેવાલ પ્રમાણે છેલ્લા બે દિવસમાં 5.25 લાખ નવા કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ બે દિવસની અંદર જ 8300 નાગરિકોના મોત નિપજ્યા છે. અમેરિકામાં પહેલેથી જ ટ્રમ્પ સરકાર કોરોનાની મહામારી અંગે બેદરકાર જોવા મળી હતી. જેનું પરિણામ હવે અમેરિકાની સામાન્ય જનતા સહિત તમામ લોકોએ ભોગગવું પડી રહ્યું છે.
Pakistan / પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર માટે ધરપકડ વોરંટ જાહેર,આજે કોર…
આ ઉપરાંત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બ્રાઝિલમાં પણ કોરોના ફરીથી બેકાબૂ થયો છે અને બ્રાઝિલમાં છેલ્લા 24કલાકમાં 87000 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ બ્રાઝિલમાં પણ 24 કલાકની અંદર 1455ના મોત નિપજ્યા છે. આ ઘટનાના પગલે અમેરિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે તેમજ લોકોને કોરોના માટે બે જવાબદારી ન દાખવવા માટે સરકારના વિભાગો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.
કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક, પ્રશ્નનો હલ લાવશે ખરા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
