ભાવનગરનું અલંગ શિપયાર્ડમાં નવું વર્ષ અનેક તકો લઇને આવે તેવી સંભાવના છે. INS વિરાટ અને ત્યારબાદ સૌથી મોટા ક્રૂઝનું ભંગાણ માટે આગમનને લઇ અલંગ સ્ટિલ ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે, ત્યારે નવું વર્ષ અલગં શિપયાર્ડને નવી ઉંચાઇએ લઇ જશે.
અવ્વલ રહેશે અલંગ
સ્ટિલ ક્ષેત્રે ભાવનગરના અલંગ શિપયાર્ડનું મોટું યોગદાન
નવા વર્ષે અનેક વિક્રમ સ્થપાય તેવી સંભાવના
સ્ટિલ ક્ષત્રે અલંગના આવશે અચ્છે દિન
વિશ્વભરમાં અલંગથી સ્ટિલની અનેક ગણી નિકાસ
ભારત અત્યારના તબક્કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તૈયાર સ્ટીલની નિકાસ કરી રહ્યું છે, અને ઘરઆંગણે કાચા માલની ખેંચ પડી રહી છે. તેની સીધી અસર તળે શિપબ્રેકિંગ વ્યવસાયને વર્ષ 2021માં નવું બળ પ્રદાન થશે. ભારતમાંથી સતત સ્ટીલની વધી રહેલી નિકાસને કારણે સ્ટીલના ભાવ છેલ્લા બે મહિનામાં પ્રતિ ટન 15000 વધી ગયા છે.
અવ્વલ રહેશે અલંગ
સ્ટિલ ક્ષેત્રે ચીનને પડ્યો ફટકાથી અલંગની આગેકૂચ
શિપ બ્રેકિંગમાં 90 ટકા સ્ટિલની આવક
મટિરિયલ ક્ષેત્રે સ્ટિલની માગમાં વૈશ્વિક વધારો
ચીનમાં નજીકના ભવિષ્યમાં સ્ટીલ ઉત્પાદન શરૂ થાય તેવા કોઇ સંજોગો નથી, અગાઉ ચીન દ્વારા સમગ્ર વિશ્વમાં સ્ટીલની સસ્તા ભાવે નિકાસ કરવામાં આવતી હતી. બદલાયેલી આ પરિસ્થિતિનો લાભ ભારતને મળી રહ્યો છે. શિપબ્રેકિંગમાંથી 90 ટકા મટિરિયલ સ્ટીલ નિર્માણના કાર્યમાં કામ લાગે છે, તેથી વર્ષ 2021 શિપબ્રેકિંગ માટે ખૂબ સારૂ સાબિત થઇ શકે છે.
અવ્વલ રહેશે અલંગ
શિપયાર્ડના સ્ક્રેપમાં સતત વધારો
ભાવનગર જિલ્લામાં 85 રી-રોલિંગ મિલો છે કાર્યરત
હાલ 30 હજાર લોકોને મળી રહી છે રોજગારી
શિપયાર્ડના વિકાસમાં રોજગારીથી સાનુકુળ અસર
વર્ષ 2021માં તમામ નકારાત્મકતા ખંખેરી ઇન્ટરનેશનલ લેવલે તથા અલંગમાં શિપબ્રેકિંગ વધુ જવાબદારીઓ સાથે આગળ ધપશે. વર્તમાન સંજોગો શિપબ્રેકિંગની તરફેણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સિહોર, વરતેજ, મામસા, ચિત્રાની થઇને કુલ 85 રી-રોલિંગ મિલો કાર્યરત છે. અને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે આ વ્યવસાય 30,000 લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. વર્ષ 2021માં હજુ સ્ટીલની માંગ ખૂબ જ વધશે, હાલ કાચા માલની અછત છે. 2021માં રોલિંગ મિલોમાં સ્ક્રેપની માંગ વધશે તેની સીધી અસર શિપબ્રેકિંગ પર સાનુકુળ રીતે પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
