દેશમાં ગુજરાત સહિત છ રાજ્યમાં બર્ડ ફ્લૂની બુમરાડ જોવા મળી છે. એકબાજુ કોરોના કાળ. બીજી બાજુ નવા સ્ટ્રેનની અસર.અને ત્રીજી બાજુ બર્ડ ફ્લૂની બુમરાડ. જી હા…કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરાઇ છે, ત્યારે કયાં રાજ્યોમાં છે. દહેશતનો માહોલ વચ્ચે ગુજરાતમાં કેવી જોવા મળી રહી છે અસર આવો જાણીએ આ વિશેષ અહેવાલ મારફતે….

બર્ડ ફ્લૂથી સાવધાન…!
દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં કેસો
બર્ડ ફ્લૂનાં કેસો નોંધાયાની સત્તાવાર પુષ્ટિ
ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત
ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશમાં દહેશત
હિમાચલપ્રદેશ,હરિયાણા,કેરળમાં બૂમરાડ
સમગ્ર દેશમાં કોરોનાકાળમાંથી હજી તો લોકો બહાર આવી શકયા નથી ત્યાં તો નવી સ્ટ્રેને લોકોનાં ભયમાં વધારો કર્યો. અને હજી આટલું ઓછું હોય તેમ બર્ડ ફ્લૂની બુમરાડ સામે આવી છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂનાં કેસો નોંધાતા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યુ છે. હિમાચલ અને હરિયાણામાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું કેન્દ્રએ સ્વીકાર્યુ છે.

બર્ડ ફ્લૂથી સાવધાન…!
ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી
બર્ડ ફ્લૂનાં બે કેસ સામે આવ્યા
બે ટિટોડીનાં માણાવદરમાં થયા મૃત્યુ
બંનેના નમૂનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
આગામી સમયમાં કેસોમાં થઇ શકે છે વધારો
તમામ ઝૂમાં પક્ષીઘર બંધ કરવા સરકારનો નિર્ણય
ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનાં બે કેસ સામે આવ્યા. ગત પાંચ જાન્યુઆરીએ બે ટિટોડીનાં મૃત્યુ થયા હતા. જૂનાગઢનાં માણાવદરના બાંટવામાં બે ટિટોડીનાં મોત થતાં બંનેનાં નમૂનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સમગ્ર ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા બર્ડ ફ્લૂ મુદ્દે દિશાનિર્દેશ જાહેર કરાયા છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી પણ સતર્કતાની જરૂર છે. સાથે જ લોકોને જો લક્ષણ જણાય તો ગાઇડલાઇનનો અમલ કરવા જણાવાયું છે. સાથે જ રાજ્યનાં તમામ ઝૂમાં પક્ષીઘર બંધ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.

બર્ડ ફ્લૂથી સાવધાન…!
બર્ડ ફ્લૂની દહેશતને પગલે કેન્દ્ર એલર્ટ પર
કેન્દ્રીય પશુપાલન મંત્રાલયે આપી સૂચના
પક્ષીઓનાં સામાન્ય મૃત્યુ પર નજર રાખવા તાકીદ
બર્ડ ફલૂની દહેશતને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એકબાજુ ખાસ દિશાનિર્દેશ જાહેર કરાયા છે. તો બીજી બાજુ આરોગ્ય મંત્રાલય દ્વારા મહત્વનું નિવેદન રજૂ કરાયું કે અત્યાર સુધી દેશમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ કોઇ માનવીમાં જોવા મળ્યું નથી તે છતાં સાવધાની રાખવાની જરૂર છે. કોરોનાકાળમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા સરકારની ચિંતા વધી છે.અગાઉ 30મી સપ્ટેમ્બરે ભારતે પોતાને આ બિમારીમાંથી મુકત હોવાનું એલાન કર્યુ હતુ. જો કે હવે બર્ડ ફ્લૂની બૂમરાડ વચ્ચે તમામ લોકોએ સાવધાની રાખવી પડશે તો જ બર્ડ ફ્લૂની દહેશતથી બચી શકાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
