અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ વર્ષ 2018 ની એક શ્રેષ્ઠ ફિલ્મ હતી. આ ફિલ્મની રિલીઝને આજે બે વર્ષ થયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. સાથે જ આ ફિલ્મે ત્રણ નેશનલ એવોર્ડ જીત્યા છે. વિકી કૌશલને ઉરીમાં તેના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે દિગ્દર્શક આદિત્ય ધરને પણ તેમના નિર્દેશન માટે પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર, વિકી કૌશલે તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. અભિનેતાએ તેની આગામી પ્રોજેક્ટ ‘અશ્વત્થામા’ નો પહેલો લુક શેર કર્યો છે, જે એક વૈજ્ઞાનિક ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધર કરશે અને રોની સ્ક્રુવાલા પ્રોડ્યુસ કરશે.
https://www.instagram.com/p/CJ5RchFpPKO/?utm_source=ig_web_copy_link
આ ફિલ્મ મહાભારત સાથે જોડાયેલા પાત્ર પર આધારિત છે
આપને જણાવી દઈએ કે, વિકી કૌશલની આગામી ફિલ્મ ‘અશ્વત્થામા’ મહાભારતનાં અધ્યાય સાથે સંકળાયેલા પાત્ર પર આધારિત છે. ફિલ્મ વિશે વાત કરતા, વિકી કૌશલ એ કહ્યું કે, “અશ્વત્થામા એ આદિત્યનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેમાં રોની જેવા સ્વપ્નદ્રષ્ટાની જરૂર હતી કે તે તેને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે. હું જ્યાં અભિનય કરું છું ત્યાં તે મારા માટે એક નવી જગ્યા હશે. હું ટેકનીકના નવા સ્વરૂપ સાથે પરિચય કરાવીશ. આ સરપ્રાઈઝ ટીમ સાથે ટૂંક સમયમાં જ મુસાફરી શરૂ થવાની રાહ નથી જોવાતી. “
https://www.instagram.com/p/CJ5Rwr3p1sT/?utm_source=ig_web_copy_link
નિર્માતા રોની સ્ક્રુવાલાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, “દરેક ફિલ્મની પોતાનો પ્રવાસ હોય છે. જો કે, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બ્લોકબસ્ટર ફિલ્મ ઉરીની ટીમ જ્યારે એક સાથે આવે છે ત્યારે અપેક્ષાઓ ન્યાયી ઠરે છે. અશ્વથામામાં વાર્તા વ્યાપક છે કહેવા માટે, પાત્રોની ઊંડાઈ છે અને તે દ્રશ્ય પ્રભાવથી ભરપુર હશે.આ ફિલ્મ માટે ભાષા કોઈ અડચણ નથી, અમે આ વર્ષે શૂટિંગ શરૂ કરીશું. હું આદિત્યની દ્રષ્ટિનું ભાષાંતર સ્ક્રીન પર જોવાની રાહ નથી જોઈ શકતો. આ અમે અત્યાર સુધીમાં પ્રયાસ કરેલી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ છે અને અમે તેને ભારત અને દુનિયાભરના વિશાળ દર્શકો સુધી પહોંચાડવાનું પસંદ કરીશું. ”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
