Entertainment News: ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ અને પોતાના સંબંધો વિશે ફરીથી રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફૉલ’ (Rise & Fall)માં વાત કરતી વખતે ધનશ્રી વર્માએ એમની વચ્ચે છૂટાછેડા થવાનું સાચું કારણ જણાવ્યું હતુ.
ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ ( Cricketer Yazuvendra Chahal)ની એક્સ વાઇફ અને ડાન્સર-કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (Dhanshree Verma)એ પોતાના લગ્ન ભંગ થવા વિશે (Divorce) અને એ બંને વચ્ચે વ્યાપેલી કડવાશ વિશે પહેલી વાર ખુલીને વાતચીત કરી છે! ધનશ્રી એ રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફૉલ’ માં નયનદીપ રક્ષિતને કહ્યું હતુ કે એની પાસે કહેવા માટે તો ઘણું છે પરંતુ, અત્યાર સુધી ચૂપકિદી સેવી હતી કારણ કે એ પોતાની સચ્ચાઇ (Truth)ને જાણે છે અને એણે એમ પણ કહ્યું હતું કે, એને એવા લોકોની સામે પોતાને સાબિત કરવાની જરુર નથી જેમને એ જાણતી સુદ્ધાં ન હોય!

‘સત્ય શું છે એ બધાં જાણે છે’
ધનશ્રીએ નયનદીપ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, “મારી પાસે કહેવા માટે ઘણું બધું છે. મને મારી સચ્ચાઇની ખબર છે. મારા લોકોને, મારી આખી ઇન્ડસ્ટ્રી અને એટલું જ નહિં પણ, એની આખી ઇન્ડસ્ટ્રી પણ સત્ય જાણે છે. તો પછી હું એવા લોકો સામે મારી જાતને સાચી શા માટે ઠેરવ્યા કરું કે જેમને હું જાણતી સુદ્ધાં નથી?
બધું જ બેલેન્સ કરવું સરળ નથી
વાતચીત દરમિયાન, ધનશ્રીએ પોતાના અને પોતાના એક્સ હસબન્ડ (Ex Husband) યજુવેન્દ્ર ચહલ વચ્ચે મુંબઇ જવાની બાબતને લઇને ઉદભવેલા મતભેદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધનશ્રીએ કહ્યું, જ્યારે બંને લોકો કામ કરતા હોય ત્યારે એમની પોત-પોતાની જરુરિયાતો હોય છે. એ મોટેભાગે ઘરની બહાર જ રહેતા હતા. એવામાં તમે તમારા પાર્ટનર (Partner) સાથે સમય કઇ રીતે વિતાવશો? આ જ કારણે મેં ટ્રાવેલિંગ (Traveling) કરવાનું શરુ કર્યુ. આ ઉપરાંત, પરિવારને સમય ફાળવવો પણ જરુરી હોય છે. આટલા ઓછા સમયમાં બધું બેલેન્સ કરવાનું સરળ નથી હોતું!”

‘મારે પણ પોતાનું નામ બનાવવું છે’
એણે વધુમાં જણાવ્યું હતુ કે, “કોઇ એક જ વ્યક્તિનું સતત ગૂંચવાતા રહેવું ઠીક બાબત નથી. બધાએ એડજસ્ટ કરવું પડે છે. દરેક વ્યક્તિને પોતાનું કેરિયર (Career) અને નામ બનાવવું હોય છે. હું મારા પરિવાર માટે કામ કરું છું. મારી ઉપર કેટલીયે જવાબદારીઓ છે એટલા માટે જ હું ફક્ત 3-4 દિવસ કામ કરીને ઘરે બેસી રહું એ શક્ય નથી!”
મારા મનમાં એના માટે હંમેશાં સન્માનની ભાવના
જ્યારે એને પૂછવામાં આવ્યું કે, એના લગ્ન (Marriage) ચાલી શકશે નહિં એ વાતનો અહેસાસ એને ક્યારે થયો? આ સવાલના જવાબમાં ધનશ્રી એ પૂરી ઈમાનદારીથી જવાબ આપતા કહ્યું કે, “એક સમયે મારા માટે એ માણસ સર્વસ્વ હતો. મારા મનમાં એના માટે હંમેશાં સન્માન રહેલું છે અને આગળ પણ યથાવત્ રહે એવું હું ઇચ્છું છું. ઘણા લોકોએ મને કહ્યું હતું કે, તારા ચૂપ રહેવાથી આગળ જતા તને ભારે પડશે! પણ શું એવું થયું? ના…આજે હું ખુશ છું!”
આ પણ વાંચો: અમાલ મલિક ઘરનો નવો કેપ્ટન બન્યો, ચાહકોએ તેને અભિનંદન આપ્યા, કહ્યું – તે તેના લાયક છે
આ પણ વાંચો: માઈક્રોસોફ્ટના એન્જિનિયર આ 50 લાખના પ્રશ્નના જવાબ આપતા નિષ્ફળ થયા, શું તમે તેનો જવાબ આપી શકો છો?
