ગુજ્જુ છોકરી શું કરી શકે ? તેનું મહેણું ભાંગ્યું તેની લગન થકી
ભાવિની વસાણી@ મંતવ્ય ન્યૂઝ
“ઈરાદે નેક ઔર સચ હો તો સપનેભી સાકાર હોતે હૈ, અગર સચ્ચી લગન હો તો રાસ્તે આસાન હોતે હૈ..”
રાજકોટને વર્ષો પહેલા પ્રથમ મહિલા પાયલોટનું ગૌરવ અપાવનાર નિધિ અઢિયાએ ફરી એક વખત રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે પુના થી દેશના જુદાં જુદાં 9 સ્થળો પર માલવાહક વિમાની જહાજો દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાજકોટની મહિલા પાયલોટ કેપ્ટન નિધિ બીપીન ભાઈ અઢિયાએ પુના થી દિલ્હી માટે પ્રથમ વેક્સિનનો જથ્થો વિમાન મારફત સફળતાપૂર્વક પહોંચાડ્યો છે. આમ, રાજકોટની દીકરીને વેક્સિન પુનાથી દિલ્હી સલામત રીતે પહોંચાડવાનું સન્માન પ્રાપ્ત થયું છે. તો કોણ છે આ નિધિ અઢિયા ? તેના વિશે જાણકારી મેળવીએ.

કૃષિ આંદોલન / કેન્દ્ર સરકારને આંચકો, સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમ…
વર્ષો પહેલા પાયલોટની તાલીમ વખતે ગુજ્જુ છોકરી શું કરી શકે ? તેનું મહેણું ભાંગનાર નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયા કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમજ તેમના ધર્મપત્ની માલતીબેન અઢિયા કે જેઓ કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. તેઓની લાડકી દીકરી છે. તેમના બે સંતાનોમાં બહેન નિધિ અને ભાઈ મિથિલેશ છે.અઢીયા દંપતીના બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતાં જ હવે કારકિર્દીમાં પણ ઠરી ઠામ થઈને બતાવ્યું છે. “પુત્રના લક્ષણ પારણામાંથી” ઉક્તિને સાર્થક કરતી નિધિ નાનપણથી જ ચપળ અને તેજસ્વી હતી. એચ.એસ.સી સુધી એસએનકે સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે.આજથી એક દાયકા કરતાં વધારે સમય પહેલાં જ્યારે મહિલા પાયલોટ બનવાનો વિચાર પણ દીકરીઓ ન કરતી એ વખતે મમ્મી માલતીબેનની પ્રેરણા અને પોતાની મહેનત થકી તે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ બની હતી.
Crime / અહીં નોધાયો ગુજસીટોક અંતર્ગત વધુ એક ગુનો, અંધારી આલમમાં ફફડા…
અભ્યાસમાં હંમેશા તે ડિસ્ટિંકશન માર્ક્સ મેળવતી આવી છે ધોરણ 12 પછી તેણે બરોડા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથોસાથ બરોડા ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. આ અભ્યાસ દરમિયાનમાં અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ થતી હોય 2003-04 માં પોતાના પ્રથમ શોખને પુર્ણ કરવા માટે બીએસસીનો અભ્યાસ અધૂરો છોડવો પડયો હતો.


નિધિને ભણતર સિવાય ઈતર પ્રવૃત્તિમાં પણ ખૂબ જ રસ છે કથકમાં વિષારદની તાલીમ મેળવી છે તો દાંડિયારાસમાં પ્રિન્સેસ રહી ચૂકી છે, એન્કરિંગની આવડત તો તેના લોહીમાં જ છે, પાયલોટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રસોઈ બનાવતા પણ શીખી ગઈ હતી, જોકે આ પહેલા તેના મમ્મી એ ક્યારે પણ રસોઇ કરવા દીધી ન હતી. નાનપણમાં તેના પર શિક્ષકોનો ખૂબ જ પ્રભાવ રહ્યો હોય તેને શિક્ષક બનવાની ઈચ્છા હતી. પરંતુ સાહસિકતાનો સ્વભાવ હોય મોટી થયા બાદ તેણે પાયલોટ બનવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ખૂબ જ મહેનત કરનારની નિધિને કદી બેસી રહેવું ગમતું નથી. તેના દાદા કાંતિલાલ અઢિયા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા, જેથી સાહસિકતા અને સ્વાભિમાન તેના લોહીમાં વહે છે.
Announcement / ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ નવી ટૂરિઝમ પોલીસીની જાહેરાત કરતા CM ર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
