ફિલ્મ દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ કર્મચારીઓના 1.25 કરોડ રૂપિયાનો પગાર ચૂકવ્યો નથી. તેના વિરોધમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીન એમ્પ્લોઇઝે રામ ગોપાલ વર્મા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ સાથે, સિને સ્ટાફના 32 યુનિયનો સાથે સંકળાયેલા લોકો ભવિષ્યમાં રામ ગોપાલ વર્મા સાથે કામ કરશે નહીં. દિગ્દર્શક પર આરોપ છે કે તેણે કલાકારો, ટેકનિશિયન અને કામદારોને 1.25 કરોડ રૂપિયાનો પગાર ચૂકવ્યો નથી. ફેડરેશનના પ્રમુખ બી.એન. તિવારી અને જનરલ સેક્રેટરી અશોક દુબેના જણાવ્યા મુજબ રામ ગોપાલ વર્માને અગાઉ કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી હતી.
જો કે આ કાનૂની નોટિસ અંગે રામ ગોપાલ વર્મા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ફેડરેશન અનુસાર રામ ગોપાલ વર્માને સપ્ટેમ્બર 2017 માં એક પત્ર મોકલવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ટેકનિશિયનની ચુકવણી બાકી છે, જને ક્લિયર કરવાની છે. આ નોટિસ પછી પણ, ચુકવણી ક્લિયર કરવા માટે ફેડરેશન તરફથી રામ ગોપાલ વર્માને સતત અનેક પત્રો મોકલવામાં આવ્યા હતા. જો કે, રામ ગોપાલ વર્માએ પત્રો પ્રાપ્ત કરવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝે રામ ગોપાલ વર્મા પર કોરોના સમયગાળા દરમિયાન પણ શૂટિંગ ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : અલી અબ્બાસ ઝફર મને ગંભીર પાત્ર માટે કાસ્ટ કરશે એવું ક્યારેય ધાર્યું નહોતુ : સુનિલ ગ્રોવર
બી એન તિવારીએ વધુમાં કહ્યું કે કોરોના કાળમાં પણ રામુ શૂટિંગ કરતા હતા એવી જાણકારી અમને મળતાં અમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને 2020ના સપ્ટેંબરની 10મીએ પત્ર લખ્યો હતો. અમે ઇચ્છીએ છીએ કે રામુ ગરીબ કલાકારો અને ટેક્નિશિયનોનાં લેણાં નીકળતા નાણાં ચૂકવી દે. કોરાના કાળ અને લૉકડાઉન દરમિયાન ઘણા કલાકારોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : વિરુષ્કાની દીકરીની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાઈ, જુઓ તમે પણ
અમે ફિલ્મ નિર્માતા સંઘ (ઇમ્પા અને ગીલ્ડ)ને પણ આ વાતની જાણ કરી હતી. ભવિષ્યમાં રામુ સાથે અમારા કોઇ કલાકાર કે ટેક્નિશયન કદી કામ નહીં કરે. જ્યાં સુધી કલાકારો અને ટેક્નિશિયનનોનાં લેણાં નીકળતા સવા કરોડ નહીં ચૂકવાય ત્યાં સુધી એનો બહિષ્કાર કરવાનો નિર્ણય ન છૂટકે અમારે લેવો પડ્યો હતો.
ડિરેક્ટર રામગોપાલ વર્માની સાથે કેમ કામ નહીં કરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી?
કોરોના કાળમાં અને ખાસ તો લૉકડાઉન દરમિયાન કેટલાક ફિલ્મ કલાકારોએ આ ટેક્નિશિયન્સને ઘર ચલાવવા માટે આર્થિક મદદ કરી હતી.
આ પણ વાંચો : કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો જોઈએ ક્રેઝી થયા ફેન્સ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
