કોરોના વાઈરસ વિશ્વભરમાં પોતાનો કહેર ફેલાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 6 લાખ 51 હજાર 327 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કેસની કુલ સંખ્યા વધીને 9 કરોડ 19 લાખ 76 હજાર 778 થઈ ગઈ છે. કોરોનાનો વધતો ગ્રાફ ચિંતાનો વિષય છે. પરંતુ ઘણા દેશોની દૈનિક કેસની બાબતમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. અગાઉની તુલનામાં મૃત્યુઆંકની કુલ સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત, રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. આપને જણાવી દઈએ કે હવે આ વાયરસના ચેપથી સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6 કરોડ 58 લાખ 512 થઈ ગઈ છે.
ભારત
ભારતમાં ફરી રાહત આપતા આંકડા સામે આવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 15,900 નવા કેસ સામે આવ્યા છે. તો રિકવરી વધીને 17,700 પર પહોચી છે. દેશમાં હવે એક્ટિવ કેસ 2.11 લાખ છે. તો જ્યારે કે કુલ મૃત્યુઆંક 1.51 લાખ પર છે.
Farmers / પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના પાંચ વર્ષ પૂર્ણ, સરકારે ખેડૂતો…
Rajkot / રાજકોટમાં વેક્સિનનો જથ્થો પહોંચ્યો,કેબિનેટ મંત્રી આર.સી.ફળદૂ…
અમેરિકામાં કોરોનાનો કહેર ચાલુ છે
અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ સામે આવ્યા છે. તો 48 કલાકમાં 4.40 લાખ નવા કેસ નોધાયા છે. 24 કલાકમાં જ 4250 નાગરિકોના મોત નીપજ્યા છે. USમાં કુલ મૃત્યુઆંક 4 લાખની નજીક છે. USમાં કુલ કેસ 2 કરોડ 33 લાખ 58 હજાર 508 પર પહોંચી ગયા છે. અમેરિકામાં કોરોનાથી થતાં મૃત્યુની કુલ સંખ્યા વધીને 3 લાખ 89 હજાર 485 થઈ ગઈ છે.
બ્રાઝિલ અને રશિયાના દૈનિક બાબતો પર એક નજર
છેલ્લા 24 કલાકમાં, બ્રાઝિલમાં કોરોના વાયરસથી 61 હજાર 804 લોકોને ચેપ લાગ્યો છે. તે જ સમયે, 1109 લોકોના મોત પણ થયા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે વધીને 7 લાખ 17 હજાર 204 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં 22 હજાર 934 લોકોને રશિયામાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તે જ સમયે, 531 લોકોના મોત પણ થયા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે વધીને 5 લાખ 59 હજાર 969 થઈ ગઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
