ઝડપથી રૂપિયા કમાવવા માટે એક સગીરે 7 વર્ષના બાળકનુ અપહરણ કર્યુ અને માંગી 30 લાખની માંગી ખંડણી. સગીર આરોપીએ પોતાને બચાવવા માટે તરકટ પણ રચ્યુ અને પોતાનુ પણ અપહરણ થયુ હોવાની વાત ફેલાવી જોકે. 14 કલાક ની મહેનત બાદ આખરે ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો અને સગીરની ધરપકડ કરી છે.

શોર્ટકટ કમાણી
શોર્ટકટથી રૂપિયા કમાવવાનું સગીરને પડ્યું ભારે
સગીર આરોપીએ બાળકના અપહરણનો રચ્યો કારસો
કણભામાં બાળકનું અપહરણ કરી માગી 30 લાખની ખંડણી
પોલીસે સગીરના નાટકનો કર્યો પર્દાફાશ, બાળકને કરાવ્યું મુક્ત
અમદાવાદ ગ્રામ્યના કણભા પાસે આવેલા વહેલાલ ગામમાથી 7 અને 17 વર્ષના બે બાળકોના અપહરણના સમાચાર મળતા ગ્રામ્ય પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી. મંગળવારે સાંજે 5 વાગ્યાથી આરોપી અને પોલીસ વચ્ચે શરૂ થયેલી સંતાકુકડીનો સવારે 7.30 વાગે અંત આવ્યો. જેમા પોલીસે 7 વર્ષના અપહ્યત બાળકનો છુટકારો કરાવ્યો અને સગીર કે જેનુ અપહરણ થયુ હોવાની વાત ફેલાવી હતી આખરે તે જ મુખ્ય ષડયંત્રકાર થઇને સમગ્ર અપહરણનો વિલન બનીને સામે આવ્યો.

અપહ્યત બાળકની ઓડિયો ક્લિપ થઇ વાયરલ
14 કલાકની મહેનત બાદ અપહ્યત બાળકનો છુટકારો
50 પોલીસ કર્મચારીઓની ટીમે રાખ્યો રંગ

ફરિયાદી અરવિંદ વણઝારા વહેલાલ ગામે પરિવાર સાથે વસવાટ કરે છે. જેમનો 7 વર્ષના પુત્રનુ ગઈકાલે સાજે 5 વાગે અપહરણ થયુ. અપહરણ કારોએ એવી ઓડીયો ક્લિપ આપી કે 7 વર્ષના બાળક અને 17 વર્ષના સગીરનુ અપહરણ કરવામાં આવ્યુ છે.અને 30 લાખ રોકડા મોકલાવો. આરોપી દર 4-5 કલાક ફોન બંધ કર્યા બાદ ફરિયાદી સાથે વાતચિત કરતો હતો. જેથી બંનેની કોઇ ભાળ મળતી ન હતી. બાદમા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ગેરતપુર રેલ્વે લાઈન પાસે આરોપી હોવાની માહિતી મળી જ્યાંથી બાળકને છોડાવી સમગ્ર અપહરણના રહસ્ય પરથી પડદો ઉઠ્યો.

30 લાખની ખંડણી સાંભળતા જ પિતાના હોંશ ઉડી ગયા
સમયસૂચકતાથી પોલીસને ઘટનાથી વાકેફ કર્યા
અપહરણના ગુનામાં આરોપી ભલે 17 વર્ષનો છે પરંતુ તેણે ગુનાને અંજામ આપવા માટે અન્ય વ્યક્તિનુ એક્ટિવા લીધુ.. બાદમાં બાળકને સાથે રાખી પોલીસને ગેરમાર્ગે દોરી. સાથે જ બાળકને ધમકી આપી ખોટી માહિતી પરિવાર અને પોલીસ સુધી પહોંચાડી જેમાં 4 આરોપી હોવાનુ અને બેના અપહરણ થયા હોવાની વાત કરી હતી. અને આ બધુ આરોપી ટીવી જોઈને શિખ્યો હતો. કારણ કે આરોપીને ઝડપથી રૂપિયા કમાવવા હતા.
@ભાવેશ રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
