બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ ધાકડ’ ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ મૂવી આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. કંગનાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. આ સાથે એક નવું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં તે ખૂબ જ ઇન્ટેસ લુકમાં જોવા મળી રહી છે.
કંગનાએ પોસ્ટર શેર કરતાં લખ્યું – ‘તે નીડર અને ઉગ્ર છે! તે એજન્ટ અગ્નિ છે. ભારતની પહેલી મહિલા એક્શન થ્રિલર ફિલ્મ ધકડ 1 ઓક્ટોબર 2021 ના રોજ થિયેટરોમાં રજૂ થશે. સમાચારો અનુસાર કંગના ફિલ્મ ‘ ધાકડ’ માં ડિટેક્ટીવની ભૂમિકા નિભાવી રહી છે.
ફિલ્મના નિર્માતા સોહેલ માલકાઇ અને દિપક મુકુટ, દિગ્દર્શક રજનીશ ઘાઈ છે. આ ફિલ્મમાં કંગના રનૌત, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા છે.
કંગનાએ ‘ધાકડ’નું શેર કર્યું ટીઝર
‘ધાકડ’ ટીઝરમાં કંગના એક એક્શન અવતારમાં જોવા મળી હતી. આ મશીન પર કંગનાનો દેખાવ મશીન ગન અને તેના ચહેરા પરના ઘાને કારણે એકદમ અલગ છે. 45 સેકન્ડના આ ટીઝરમાં કંગના એકદમ નીડર, લોહીથી લથબથ અને બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કરતી જોવા મળી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…