Covid-19/ જો બિડેનની શપથવિધિમાં હાજર તમામનાં થયા કોરોના ટેસ્ટ, જાણો શું અપાયો આદેશ

વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ અનેક દેશોની ઈકોનોમીને ઉથલપાથલ કરી દીધી છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો કોરોનાના કારણે બેરોજગાર થઇ ગયા છે….

World

વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ અનેક દેશોની ઈકોનોમીને ઉથલપાથલ કરી દીધી છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો કોરોનાના કારણે બેરોજગાર થઇ ગયા છે.

કોરોના મહામારીથી વિશ્વને રક્ષણ અપાવવા માટે અનેક દેશોના નિષ્ણાત વૈજ્ઞાનિકો અને તબીબો દ્વારા રસીઓ શોધવાની ઝુંબેશ ચલાવામાં આવી. જેમાં ભારતને મહદ અંશે સફળતા પ્રાપ્ત થઇ છે અને હવે આશાની કિરણો દેખાઈ રહી છે કે એ દિવસ દૂર નથી કે વિશ્વ કોરોના મુક્ત થઇ જશે.પરંતુ, ક્યારેક આપણા  વિચારોને સફળતા મળતી નથી જેનો સીધો ઉદાહરણ અમેરિકામાં જોવા મળી રહ્યો છે.
અમેરીકામાં હાલ તો રાજનીતિ માહોલ ખુબ જ ગરમ છે. ડોનાલ્ટ ટ્રમ્પની હાર બાદ અમેરિકાના 46માં પ્રમુખપદે જો બ્રીડેનએ શપથ વિધિ લઇ લીધી છે. અને હવે બ્રીડેન અમેરિકાને નવા વિચારોની સાથે નવી દિશા તરફ આગળ લઇ જશે. પરંતુ, લોકોને જાણીને નવાઈ લાગશે કે કોરોના વાયરસે જો બ્રીડેનની શપથ વિધિ કાર્યક્રમ ઉપર ગ્રહણ લગાડ્યા છે.

જો બ્રીડેનની શપથ વિધિ કાર્યક્મમાં તૈનાત 150 જેટલા જવાનોની કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્મમાં હાજર રહેલા લોકોની ટેસ્ટિંગ એટલા માટે હાથ ધરાઈ હતી કે અમરિકામાં કોરોનનું આતંક ખુબજ વધારે છે. અને તેને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હતો. જ્યાં સુધી તમામનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામને કવોરેનટાઇન રહેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

CWC meeting / ગેહલોત બળવાખોરો સામે તાડૂક્યા પૂછ્યું- સોનિયા ગાંધી પર વિશ્વાસ નથી

કૃષિ આંદોલન / ટ્રેક્ટર રેલીમાં ચાર વ્યક્તિને મારી નાખવાનું અને અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર, ખેડૂત નેતાનો મોટો આક્ષેપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો