Ahmedabad/ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે સોલા પોલીસ વિરુદ્ધ જાણો શું કર્યા આક્ષેપ?

છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ રહેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કોર્ટમાં સોલા પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે….

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ રહેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કોર્ટમાં સોલા પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે. આજે જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે નામદાર  કોર્ટ સમક્ષ  આરોપી રમણ પટેલ ફરિયાદ કરી હતી કે પોલીસ દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે.

ફરિયાદ અંગેનાં મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો તેમણે કહ્યું હતું કે, સિનિયર સીટીઝન હોવા છતા સોલા પોલીસે  તેમને સાત દિવસ નાહવા ન દીધા. પાઈલ્સની બીમારી હોવા છતા ઘરનું ખાવાનું ન આપવા દીધું. આ ઉપરાંત જેલનાં ધાબળામાં ગંદ હોવા છતા ઘરનો ધાબળો પણ ન આપવા દીધો. આ તમામ પ્રકારની ફરિયાદો પોપ્યુલર બિલ્ડર ગ્રૂપનાં રમણ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ થયા બાદ નામદાર ન્યાયાધીશને કરી છે. રમણ પટેલની ફરીયાદ સંદર્ભે  કોર્ટે સાંભળ્યા બાદ તેની નોંધ લીધી છે અને હકીકત જાણી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Ahmedabad: જમાલપુરમાંથી ભાજપના MLA રાકેશ શાહનાં ડ્રાયવરનો ચોરાયો ફોન

Ahmedabad: જમાલપુરમાં હિંસક મારામારી, ચાર વ્યક્તિને ઇજા, અનેક વાહનોમાં થઇ તોડફોડ

Ahmedabad: 16 વર્ષથી વધુ વયનાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો