Ahmedabad/ અમદાવાદીઓ આનંદો… શહેરમાં રિવરફ્રન્ટ પર તૈયાર કરાઇ રહ્યો છે ફૂટ ઓવરબ્રિજ

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટઅંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પછી એક આકર્ષણો ઉમેરાઇ રહ્યા છે….

Ahmedabad Gujarat

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટઅંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પછી એક આકર્ષણો ઉમેરાઇ રહ્યા છે. ત્યારે હાલમાં amc દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો એવો 300 મીટર લાંબો અનોખો ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સી પ્લેન , ત્યાર બાદ કૃઝ બોટિંગ અને પછી હવે ફુટ ઓવર બ્રિજનો પણ લાભ સાબરમતી રિવરફ્રન્ટ મુલાકાતીઓ થશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદારબ્રિજની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ફૂટ ઓવરબ્રિજ 74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં આવો યુનિટ ફુટ બ્રિજ આ સિવાય બીજો કોઇ નહી હોય. એપ્રિલ 2020માં આ ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરું થઈ જવાનું હતું પરંતુ કોરોનાને કારણે હવે આ બ્રિજ આગામી મે કે જૂનમાં ખુલ્લો મુકાશે. અત્યાર સુધી બ્રિજનું 60 ટકા કામ પૂરું થઈ ગયું છે. શહેરનાં આ મહત્ત્વાકાંક્ષી ફૂટ ઓવરબ્રિજને પૂર્વ અમદાવાદ બાજુના છેડે આકાર પણ આપી દેવામાં આવ્યો છે. 300 મીટર લાંબા આ ફૂટ ઓવરબ્રિજ પર રિવરફ્રન્ટના લોઅર અને અપર એમ બંને પ્રોમિનન્ટ પરથી અવર-જવરની મોકળાશ આપવામાં આવશે.

બ્રિજની પાસે રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે એસ વી પી હોસ્પિટલ બાજુમાં જ amc દ્વારા અદ્યતન મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર થઈ રહ્યું છે. જ્યાં મુલાકાતીઓ પોતાની કાર પાર્ક કરીને ત્યાં બનનાર વધુ એક ફૂટ ઓવરબ્રિજ ની મદદથી ફલાવર ગાર્ડન થઈ આ અદ્યતન ફુટ ઓવર બ્રિજ પર જઈ શકશે. ફુટ બ્રિજનુ કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આગામી જૂન જૂલાઇ મહિનામાં આ ફુટ બ્રિજ મુલાકાત માટે લોકાર્પણ કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો