ઓસ્ટ્રેલિયા તેના જ ઘરમાં પરાસ્ત કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઇંગ્લેંડ સામે શ્રેણી રમવા જઈ રહી છે, ત્યારે બંને ટિમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ યોજાનાર છે, પરંતુ તે પહેલા ઇંગ્લિશ ટીમ શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, 27 જાન્યુઆરી સુધીમાં, ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાથી ભારત આવી જશે, જો કે ઇંગ્લેન્ડની ટીમમાં કેટલાક ખેલાડીઓ પાછા ફર્યા હતા, જે લાંબા સમયથી ક્રિકેટ રમતા ન હોતા. હવે ઇંગ્લિશ ટીમનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારત આવવા માટે ઉડાન ભરી છે, જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
See you soon India ✈️🇮🇳 pic.twitter.com/TrGHG3iuy3
— Ben Stokes (@benstokes38) January 23, 2021
ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ખેલાડીઓને આરામ આપ્યો હતો, જેમાં બેન સ્ટોક્સનો પણ સમાવેશ હતો. બેન સ્ટોક્સે છેલ્લે આઈપીએલમાં રમ્યો હતો. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની મેચમાં રમ્યો ન હતો. જણાવી દઈએ કે ભારત સામેની શ્રેણીમાં સ્ટોક્સની સાથે જોસ બટલર અને ઝડપી બોલર જોફ્રા આર્ચર ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. છેલ્લે ઇંગ્લેન્ડે ભારતમાં પગ મૂક્યો હતો ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ: જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રાઉલે, બેન સ્ટોક્સ, ટેન લોરેન્સ, જેક લીચ, ડોમ સિબ્લી, બેન ફોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ
ટીમ ઇન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, હાર્દિક પંડ્યા, કે એલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન , કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.
ચાર ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ :
પ્રથમ ટેસ્ટ: 9-9 ફેબ્રુઆરી, ચેન્નાઈ
બીજી ટેસ્ટ: 13-17 ફેબ્રુઆરી, ચેન્નાઈ
ત્રીજી ટેસ્ટ: 24-28 ફેબ્રુઆરી, અમદાવાદ (ડે-નાઇટ ટેસ્ટ)
ચોથી ટેસ્ટ: 4-8 માર્ચ, અમદાવાદ
પાંચ ટી 20 સિરીઝનો કાર્યક્રમ :
પ્રથમ ટી 20: અમદાવાદમાં 12 માર્ચ
બીજી ટી 20: 14 માર્ચ અમદાવાદમાં
ત્રીજી ટી 20: અમદાવાદમાં 16 માર્ચ
ચોથી ટી 20: 18 માર્ચ અમદાવાદમાં
પાંચમી ટી 20: 20 માર્ચ અમદાવાદમાં
ત્રણ વનડે સિરીઝ
પ્રથમ વનડે: 23 માર્ચ પુણેમાં
બીજી વનડે: 26 માર્ચે પુણેમાં
ત્રીજી વનડે: પુણેમાં 28 માર્ચ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
