@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
પૂર્વીય લદ્દાખમાં લાઇન ઓફ એકશન (LAC)પર તણાવ દરમિયાન સિક્કિમમાં ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.અહેવાલ અનુસાર ત્રણેક દિવસ પહેલા સિક્કિમનાં કુલામાં ચીની સેનાએ LACની યથાશક્તિને બદલવા પ્રયાસ કર્યો અને ડ્રેગન ચીન ફરી પોતાની અવળચંડાઇ પર ઉતરી આવ્યું.ચીનનાં કેટલાંક સૈનિકોએએ ભારતીય ક્ષેત્રની સીમા પર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો.આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોકવા માટે પ્રયાસ કર્યો.આ દરમિયાન ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના બની હતી.
20 ચીની સૈનિકો ઇજાગ્રસ્ત

ભારતીય સૈનિકોએ ઘર્ષણમાં ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપતા 20 ચીની જવાનો ઘાયલ થયા હતા.જો કે સ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ સ્થિર છે. અહેવાલ અનુસાર ભારતીય ક્ષેત્રનાં તમામ પોઇન્ટ પર હવામાનની સ્થિતિ ખરાબ હોવાને કારણે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.
શાનમાં સુધરી જાય ચીન

ચીનને શાનમાં સુધરી જવા ગર્ભિત ચેતવણી અપાઇ છે.ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ચીની સૈનિકોનાં આ કદમથી તણાવપૂર્ણ સ્થિતિ બની છે જો કે રાહતની બાબત એ છે કે LAC પર સ્થિતિ સ્થિર છે અને ભારતીય સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.અગાઉ પણ અવારનવાર ચીની સૈનિકો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો જેમાં ભારતીય સૈનિકોએ તેમને લાલ આંખ બતાડીને પાછા ખસેડયા હતા.સમજૂતી મુદ્દે પણ રજૂઆત છતાં ડ્રેગન પોતાની અવળચંડાઇ કરવાનું ચુકતું નથી જેને લઇને હવે ભારતીય સેનાએ 20 ચીની સૈનિકોને ઘાયલ કરીને ચીનને શાનમાં સુધરી જવા ગર્ભિત સંદેશ આપ્યો છે.
નવમા સ્તરની યોજાઇ હતી બેઠક

એકબાજુ LAC પર તણાવગ્રસ્ત સ્થિતિનું નિર્માણ થયું છે બીજી બાજુ ગત સપ્તાહમાં સરહદ પર ઘુસણખોરીનો બનાવ બનવા પામ્યો હતો તો તમામ બાબતોની વચ્ચે ગઇકાલે 24મી ડિસેમ્બરે રવિવારે નવમા સ્તરની ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની મહત્વની બેઠક લદ્દાખનાં મોલ્ડોમાં મળી હતી.લગભગ પંદરેક કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં ભારત તરફથી LAC પર તણાવનો માહોલ ઓછો કરવા અને સ્થિતિ સામાન્ય બને તે પ્રયાસ મુદ્દે પણ સમજૂતી મુદ્દે મહત્વની ચર્ચા કરાઇ હતી. ભારતે આર્ટિલરી ગન,ટેન્ક,હથિયારબંધ વાહન સીમા પર તૈનાત કરી રાખ્યા છે. જો કે હજી સુધી લદ્દાખમાં ગતિરોધનું સમાધાન નથી મળી શકયું.જો કે આટઆટલા પ્રયાસ પછી પણ હવે ચીન કયારે સુધરશે અને તણાવની સ્થિતિ કયારે સામાન્ય બનશે તે આગામી સમય જ જણાવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
