Gondal/ ગોંડલીયું મરચું માર્કેટમાં આવી ગયું છે, યાર્ડમાં ભારે થઇ આવક શરુ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર મરચા લઈને આવતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી સૌરાષ્ટ્ર અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભારે મરચાંની ભારે આવકથી છલોછલ ભરાયેલું છે.

Gujarat Others

ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર મરચા લઈને આવતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી સૌરાષ્ટ્ર અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભારે મરચાંની ભારે આવકથી છલોછલ ભરાયેલું છે.

ગુજરાત અને દેશની બહાર પણ જેની માંગ છે તે આ ગોંડલયુ મરચાની માંગ રહેતી હોય છે ત્યારે આ વર્ષે મરચાનું મબલખ ઉત્પાદન થતા માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઇ છે આ દૃશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતના માર્કેટિંગ યાર્ડ બહાર મરચાની વાહનોની લાંબી કતારો લાગી છે આજે કુલ 25 થી 30 હજાર જેટલી મરચાની ભારી ની આવક થાય એવી પણ સંભાવનાઓ છે ત્યારે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે ચાર થી પાંચ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી છે તો બીજી તરફ ખેડૂતોને પણ કહેવું છે કે તેઓ ગઈકાલ રાતથી જ મરચા વેચવા આવી પહોંચ્યા હતા આ કાતિલ ઠંડીમાં પણ તેઓ લાઈનમાં ઊભા રહ્યા હતા ત્યારે આજે તેમનો ઝડપથી વારો આવી જાય તેવી આશા પણ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલ શીંગાળા એ જણાવ્યું હતું કે મરચું એમ તો સ્વાદમાં તીખું હોય છે જોકે આ વર્ષે ખેડૂતોને આવકમાં મરચું મીઠું લાગી રહ્યું છે કેમ કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને મરચાના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે ગયા વર્ષે છે મરચા ના ભાવ 2000થી રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી મળતા હતા તે મરચા ના ભાવ આ વર્ષે 2500 થી લઈ અને 3500 રૂપિયા સુધીના 20 કિલોના મળી રહ્યા છે આ વર્ષે લગભગ ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધીના ભાવ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતને વધુ મળી રહ્યા છે.

અહીં વિવિધ જાતના મરચા ઓ વેચવા માટે આવી રહ્યા છે જેમાં રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, ઘોલર, સાનિયા, ઓજસ, રેવા અને 705 સહિતની વિવિધ જાતના વેચવા માટે આવી રહ્યા છે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગોંડલ તાલુકાના 82 ગામ કોટડાસાંગાણીના 42 ગામ તેમજ જામકંડોરણા અને જસદણ તાલુકાના અનેક ગામના ખેડૂતો અહીં મરચા વેચવા આવતા હોય છે. ગોંડલ એ મરચાની ખરીદી માટે ખુબ જ મહત્વનું છે અહીંયા દેશના અલગ અલગ રાજ્યોના વેપારીઓ મરચા ખરીદવા માટે આવતા હોય છે રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યના વેપારીઓ મરચું ખરીદવા માટે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…